ટહુકો🐥

Description
ગુજરાતી ભાષા ના કંઇક નાના મોટા સુવિચાર, વાક્યો,છંદ,રમુજી વાક્યો તેમજ અન્ય ભાષા નું સાહિત્ય પણ પીરસવામાં આવશે☺️
બધી અમારી પોતાની રચના નથી...મોટા ભાગની રચનાઓ અન્ય લોકો ની હશે.મૂળ હેતુતો ભાષાના પ્રચારનો છે.કોપી રાઈટનો ભંગ થતો હોય તો કૉમેન્ટમાં જણાવજો.
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 4 months, 3 weeks ago

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 4 months, 1 week ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 4 months, 3 weeks ago

3 months, 2 weeks ago

કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની
માટી પર ઝડીઓ વરસતી જોઇ અત્યાચારની

વ્યગ્ર થઇને માટી બોલી, “ભાઇ કૈં વિવેક રાખ
મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની”
- ઉમ્મર ખૈયામ

3 months, 2 weeks ago

સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળ પીતા’તા
હતી જે એક જમાના માં હવે એવી તરસ ક્યાં છે.

÷ મરીઝ 🌻

3 months, 2 weeks ago

એપલ ફોનની શોધમાં લોકો પોતાની ખુશી ગુમાવી રહ્યા છે.

અને એપલ ફોનની માલકીન શાંતિની શોધમાં મહાકુંભમાં આવી હતી…!

6 months ago

કોઈપણ સંબંધના પાયામાં આત્મસુધાર અવશ્ય હોવો જોઈએ. જાતમાં જરૂરી બદલાવ લાવ્યા વગર કોઈ સંબંધ આગળ નથી વધતો. આત્મસુધાર બીજી વ્યક્તિને ખુશ કરવા માટે નથી હતો. તે "મારે આ સંબંધમાંથી શું જોઈએ છીએ" અને "હું કેવી રીતે બહેતર બની શકું" તેની ઇચ્છામાંથી આવે છે.
જયારે બે વ્યક્તિ સંબંધના અગ્નિમાંથી તરશાઇને બહાર આવે, ત્યારે તેમનો સંબંધ સોના જેવો ૨૨ કેરેટનો થઈ જાય છે. જે લોકો વાદ્ય સંગીતના શોખીન હશે તેમને ખબર હશે કે કોઈ વાદ્ય વગાડતા પહેલાં તેને ટયુન-ઇન કરવું પડે છે, એટલે કે તેમાથી ચોક્કસ પ્રકારનો સૂર નીકળે માટે તેને એડજસ્ટ કરવું પડે.
જેમ કે-ગિટાર અથવા સિતારના તાર. અથવા, જૂના જમાનામાં આપણે ટ્રાન્ઝિસ્ટર રેડિયો પર ફ્રીક્વન્સી મેળવતા હતા, જેથી આપણી ઈચ્છા પ્રમાણેનું બ્રોડકાસ્ટ પકડાય. સંબંધોમાં પણ એવું હોય છે. આપણે બીજી વ્યક્તિ સાથે આપણી ફ્રીક્વન્સી મેચ કરવા માટે, આપણા વિચાર, વર્તન, લાગણીઓ, મૂલ્યો, જીવન, ઈચ્છાઓ વગેરેના તાર તેની સાથે "ટાઇટ" કરવા પડે, જેથી ગમતું સંગીત પેદા થાય. સંબંધોમાં જે લોકો બદલાતા નથી, ટયુન-ઇન નથી થતા, ફ્રીક્વન્સી મેચ નથી કરતા, સૂર નથી મેળવતા, એડજસ્ટ નથી થતા તેમના જીવનમાં સંબંધના નામે ઘોંઘાટ રહી જાય છે, ગીત નહીં.

~ રાજ ગોસ્વામી

6 months ago

નઠારું હોય કે સારું બધું આમ જ વીતી જાશે,
છતી આંખે નજર બારું બધું આમ જ વીતી જાશે,

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં,
આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

મજા આવે છે પોતીકી ત્વચાને પ્રેમ કરવામાં,
ઉપરનો ઘાવ કે ઘારું બધું આમ જ વીતી જાશે.

~ હરજીવન દાફડા

6 months, 1 week ago

शादी उपरांत 'पत्नी' मिल जाती है,
जन्म उपरांत 'माँ',
किंतु पिता मिलते हैं 'पिता' होने के बाद।

9 months ago

સાવજ રીત ન છોડવી, ન છોડવા સિંહના પ્રમાણ.
નજરું આઘીક નોંધવી, પછી જ કરવાં પ્રયાણ.

વનમાં વટથી ફરવું, ફરવું ઝુંડે પૂછ.
જોવું અને જાણવું ન નીચે પડે મૂછ.
કેસરી કીધાં પછી કંઈ નહીં, જનની સિંહણ જાણ.
સાવજ રીત ન છોડવી, ન છોડવા સિંહના પ્રમાણ.

ને ત્રાડું પણ તારાથી ત્યાં ન હોઈ.
જ્યાં કૂતરાં સિવાય ન કોઈ.
આખા આલમને ખબર પહોંચે યાં વર્તાવવી આંણ.
સાવજ રીત ન છોડવી, ન છોડવા સિંહના પ્રમાણ.

ભલે જંગલમાં હો જાજા ઝરખા.
ચાલે સિંહની આગળ તો સરખા.
ડણક શોભે ડાલા મથ્થાને, સમજો ચતુર સુજાણ.
સાવજ રીત ન છોડવી, ન છોડવા સિંહના પ્રમાણ.

દેવાયત ભમ્મર:-✍️✍️

9 months, 1 week ago

હા, ઓળઘોળ થઈને હું દરરોજ નિચોવવાતો રહ્યો,
ચાહવાનાં ઘણાંય ઉદાહરણો હું રોજે આપતો રહ્યો;

જો કહેવાંનાં તો ઘણાંય દ્રષ્ટાંતો હતાં આપ સમક્ષ,
પણ હકીકત દૂર લઈ ન જાય એ માટે હું મથતો રહ્યો.

~મકાણી‌ અભિષેક (મુસાફિર)

9 months, 1 week ago

ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો .. ફિનિશિંગ લાઈન થી ચાર પાંચ ફૂટ ની દુરી પર એ અટકી પડ્યો... એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણ માં અને ગેરસમાજ માં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈક ગેર સમાજ છે... તેણે પાછળ થી બૂમ પાડી અને મુત્તાઈ ને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે...

પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો હતો. ... સ્પેનિશ રનર ઈવાન એ પાછળ થી આવી અને અટકી પડેલા મુત્તાઈ ને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો....

ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ. ...

આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવી ને અટકી પડેલા મુત્તાઈ ને અવગણી ને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈ ને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર. ...

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલ ને હાથ થી જવા દીધો... "

ઈવાન એ સુંદર જવાબ આપ્યો ..." મારુ સ્વ્પ્ન છે કે , ક્યારેકે આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિ ને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ.... પરંતુ બીજા ને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિ ને બહાર લાવવા ધક્કો મારે... , એવો સમાજ જ્યાં એક બીજા ને મદદ કરી બંને વિજેતા બને ..."

પત્રકારે ફરી થી પૂછ્યું , " તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત..."

જવાબ માં ઈવાન એ કહ્યું , " મેં એને જીતવા નથી દીધો.. ,
એ જીતતો જ હતો...
આ રેસ એની હતી...
અને છતાં જો હું એને અવગણી ને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત.."

આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ?
આવો જીતેલો ચંદ્રક હું મારી મા ને શી રીતે બતાવી શકું?
હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "

સઁસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે...
એક પેઢી થી બીજી પેઢી ને મળતો વારસો છે....
આમ થાય અને આમ ના જ થાયે... આ જ પુણ્ય અને પાપ છે...
આ જ ધર્મ છે...

આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે....

નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી...

જીતવું મહત્વ નું છે .. પણ કોઈ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે ... કોઈ નો યશ ચોરી લેવો... કોઈ ની સફળતા પોતા ને નામ કરવી .. બીજા ને ધક્કો મારી પોતે આગળ આવવા નો પ્રયત્ન .. આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયા નો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે ...કારણ, અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે ...

આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ ...?

બીજી પેઢી માં પ્રમાણિકતા અને નીતિમત્તા ના બીજ રોપીએ .....????

11 months, 2 weeks ago

અરે,
એય! મારી માં તારું મને મહોતું આપ ને,
આ ચાંદો તો મામો થઈ ને ઝાંખો પડ્યો;

એને તો શીદની વેળાએ જોર પડ્યું?
મારી માં પૂછ ને એને શાને ભોંઠો પડ્યો?

નથી ત્યાં માનવ મહેરામણ કે નથી ત્યાં ડાકુ,
કોઈ લૂંટી ગ્યું હોય એવું કેમનું માથું ઠોક્યું?

એય મામા મોઢાંમાં પાલી મગ ભર્યાં છે કે શું?
માં તારી તો એને નથી પડી, તો હું એને પૂછું?

મારી માંનો ભાઈ, મારા મામા, હું તારું ભાણિયું,
હવે મોઢું ખોલી ફાટી જા મારા જનેતાના ભઈલું ;

લાવ માવડી ઓલું મહોતું, હું કિંમત ખડી કરું,
પાછલી વેળાનું એમનું ઝાંખું મોઢું લૂછી કાઢું;

મોઢું ખોલ્યું અંતે, તો જવાબમાં ઢીલાંપોંચું ,
બોલ્યો મામો, તો કયે મહોતું નથી જોઈતું ;

વાત જાણજે ભાણિયા કે માં નું મહોતું સોનું,
એમના મહોતે જગમાં અજવાળાંનું ચોઘડિયું...

~મકાણી‌ અભિષેક (મુસાફિર)

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 4 months, 3 weeks ago

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 4 months, 1 week ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 4 months, 3 weeks ago