✍️લેખકોની દુનિયા🌍

Description
મુખ હૃદય અને દિલ થી સરી પડેલ શબ્દો થી બને છે આ રચનાઓ

💟હોય છે કઈ મીઠાશ કોઈ કડવાશ કોઈ દુઃખ દર્દ અને કોઈ પ્રેમ

💕બધા નું મિશ્રણ એટલે લેખક નું વિશ્વ

✌️🏻આવો આ વિશ્વ ને ફેલાવીએ અંદર ની રચના ઓ થી.

જોઈન :- @lekhakoniduniyagroup
Advertising
We recommend to visit

🚩॥ રોયલ રાજપૂત // જય ખોડલ ॥🚩

😍 બસ દિલ થી દ્વારકાધીશ સુધી 😍

🥇️ Smooth Ultra HD 60Fps Videos 📱

🥇️ Unique Videos 🦋

🥇 Low Data Usage ⏳

🥇️ 𝖕𝖗𝖔𝖒𝖔𝖙𝖎𝖔𝖓 :- sachin_225


🏆 T A R G E T :- 25k

Last updated 8 months, 1 week ago

www.newsfasst.xyz

Last updated 4 years ago

4 months ago

https://whatsapp.com/channel/0029Va5TteH6BIEgydkIX23v

WhatsApp.com

લેખકોની દુનિયા

WhatsApp Channel Invite

✍️લેખકોની દુનિયા🌍
5 months ago

આજે બુઢીયા દિવસ (સિનિયર સિટીઝન દિવસ) નિમીત્તે મારા જેવા તમામ સિનિયર સિટીઝન માટે પ્રસ્તુત છે એક અનમોલ મેસેજ.🙏*🙏

NO TENSION

છોડી દ્યો આ બધું tension.
ખાઓ પીઓ જલસા કરો ,
મોજથી ઉડાઓ PENSION.

હુકુમ ચાલે છે ત્યાં સુધી,
કરી લ્યો હકુમત ભાઈ.!!
પછી, બૈરા છોકરાઓ પણ
નહિ માને કોઈ; SUGGESTION.!!

ગુસ્સે થવાની, ગુસ્સો કરવાની
ઉમર તો ગઈ હવે..!!
કોઈ સોરી કહે તો પણ ,
શાંતિથી કહેજો
NO MENTION..!!

હાથમાં છે વહેવાર ત્યાં સુધી
રાખો બધુય હસ્તગત ,
પછી પાણી માટે ય પૂછવું પડશે,
એવી થશે
POSITION..!!

શરતોમાં જીત્યો છું ને ,
શરતોમાં ઘણું હાર્યો છું..!!
હવે કહો જિંદગી ને ,
DON'T APPLY ANY CONDITION .!!

ગુમાવ્યું એનો ગમ ના કરો ,
મળ્યું છે એમાં મોજ કરો ,
કેમ કે, ક્યારે હાર્ટ બેસી જશે,
WITHOUT ANY MENTION ..!!

ક્યારેક પાપ કર્યા હોય તો
એનું કરી લેજો પ્રાયશ્ચિત..!!
ઈશ્વર ગુન્હા માફ કરી દેશે ,
WITHOUT ANY OBJECTION.!!

દોડ ધામ ચિંતા ઉતાવળ,
મેલો માળીયે આ ભૂતાવળ,
બીપી, સુગરને કહો રુક જાઓ,
આગળ નથી કોઈ PERMISSION..!! .

મુત્યુ આવે તો મરવાનું મજાથી ,
ડરવાનું નહિ, અને હસ્તે મોઢે હાલતા થઈ જવાનું ,
આપ્યા વગર કોઈ OPTION..!! 👏

ઘડપણનું છે સરસ નામ,
કોઈ કહે સન્યાસાશ્રમ,
કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ,
પણ હું કહું આનંદાશ્રમ...🌸

ઘડપણમા આપણે કે'વું રહેવું,
ઘરમાં હો તો આશ્રમ જેવું,
આશ્રમમાં હો તો ઘર જેવું,🏡
જલ્સામાં રહેવું અને બસ જલ્સાથી રહેવું...

ક્યાંય ગુંચવાવું નહીં,
જુની યાદો કાઢવી નહીં
'અમારાં વખતે' આમ હતું બોલવું નહીં,
અપમાન થાય તો મનમા આણવું નહીં...

વાતને ખોટી ખોટી લંબાવવી નહીં,
સુખની ભઠ્ઠી જમાવતા રહેવું,
બધાથી દોસ્તી જોડતાં રહેવું,
રાગ લોભને દૂર ભગાડતા રહેવુ...

આનંદને હંમેશા અનુભવાય,
લેન્સ ઇમ્પ્લાંટથી ચોખ્ખું દેખાય,
ચોખઠા વડે સહેલાઇથી ચવાય,
કાનયંત્રથી સરસ સંભળાય...

પાર્કમાં જઈને ફરી આવા ય,🌳
મંડળમા જઈ ભજન ગવાય,🏫
ટી.વી. ની સિરિયલ જોઈ લેવાય, 📺
છોકરાંઓ સામે ચૂપચાપ રહેવાય...😷

પૌત્ર પોત્રીઓ સાથે રમતાં રહેવું,
પત્નિ; બાળકોને ગમતા રહેવું,
મિત્રો સાથે ગપ્પા મારતાં રહેવું,🤝
સમય કાઢીને "ચા ની કિટલીએ" જતાં રહેવું...

પત્નિનો સામાન ઉપાડી લેવાનો
થાકો ત્યાં જ બેસી જવાનું,
ગમે ત્યારે જ્યુસ - શરબત પીતા રહેવાનું,🧋
સિનિયરોની ક્લબમાં જતાં રહેવાનુ...

ના આવડે તોયે થોડું ગાઈ લેવું,
એકાંતમાં થોડું નાચી લેવું,🤸‍♂️
કોઈ જોઈ લે'તો વ્યાયામ ગણાવવું,
મોજમાં રહેવું - મસ્ત રહેવું...

કંટાળો આવે તો સુઈ જવું,
જાગી જાઓ તો સંગીત માણવું,🎼
જાગતાં જાગતાં નસકોરા બોલાવો,
ટોકે કોઈ તો હળવું હસી લેવું...😁

સૌ સિનિયર સિટીઝન'મિત્રોને અર્પણ....😃😃😃

@lekhakoniduniya
@lekhakoniduniyagroup

7 months, 2 weeks ago

https://whatsapp.com/channel/0029Va5TteH6BIEgydkIX23v

આ ચેનલ માં join થઈ જજો...

WhatsApp.com

લેખકોની દુનિયા

WhatsApp Channel Invite

આ ચેનલ માં join થઈ જજો...
9 months ago

શબ્દ એક શોધો તો સંહિતા નીકળે,
અહિ કુવો એક ખોદો તો સરિતા નીકળે.

અલગ જ તાસીર છે આ દેશ ની,
અહિ મહાભારત વાવો, તો ગીતા નીકળે.

કોઈ બની જાય જનક, અને હાંકે આ ધરતી મા હળ,
તો હજુ આ ધરતી માથી સીતા નિકળે.

ધબકે છે અહીં લક્ષ્મણ ની રેખા,
કે રાવણ જેવા પણ અહીં થી બીતા નીકળે.

અલગ જ તાસીર છે આ દેશ ની,
અહિ મહાભારત વાવો, તો ગીતા નીકળે.

- કવિ શ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવી ( કવિવર દાદબાપુ)

જય સિયારામ
જય માં લિમઙાવાળી

10 months, 2 weeks ago

😍 એક સુંદર રચના -
💐 મારે એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે

થોડા સિક્રેટ્સ શેર કરવા છે
થોડી કબૂલાતો કરવી છે,
એમણે આપેલી જિંદગીના બદલામાં,
એમને એક સાંજ ધરવી છે 😊

બાળપણમાં જે હાથમાં તેડીને ખભા પર બેસાડતા,
એ જ હાથને વ્હાલ કરવું છે  ,
એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે 🥰

કોલેજમાં ગમતી છોકરીથી લઈને,
એમની જાણબહાર પીધેલી સિગરેટનો,
કેટલો બોજ લાગતો હોય છે યાર,
મારે આ બોજ હલકો કરવો છે
એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે 😍

કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જઈને,
પપ્પાને એક ગુલાબ આપવું છે.
કાયમ સાથે રહેવા માટે, ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે ☺️

આટલું વિશાળ હ્રદય ધરાવતી,
ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળ માપવું છે.
એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે 😍

એમણે મમ્મીને અને મને એટલો અનહદ પ્રેમ કર્યો છે
એમનું નામ ઓસ્કાર માટે નોમીનેટ કરવુંછે.

થોડો ટાઈમ કાઢીને મારે, એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે.
અજવાળામાં જઈને, એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે
એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે 😍

ખાબોચિયા જેવી મારી જાતની અંદર,
મારે સમંદર જેવા પપ્પાને સમાવવા છે 😍

હાથ પકડીને,આંખોમાં આંખો નાખીને
એકવાર ‘આઈ લવ યુ’ કહેવું છે,🤩

એક વાર તો મારે પપ્પા સાથે ડેટ પર જવું જ છે 🥰

10 months, 3 weeks ago

**ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે...
ના ફાવે, તો ઝાકળ લખ, એ સમજી જાશે...!

અડખે - પડખે લાંબા - ટુંકા મીંડા દોરી,
એની નીચે વાદળ લખ, એ સમજી જાશે...!

તીર જેવું દોરી એનો છેડો તું લંબાવ,
હળવેથી હળ લખ, એ સમજી જાશે...!

જેવી ફાવે એવી તું બે આંખ ચિતરજે..
પાંપણ નીચે જળ લખ, એ સમજી જાશે..!

અગન ઓકતા આભમાં પંખી જેવી બે લીટી તાણ...
એની નીચે ચાતક લખ, એ સમજી જાશે...!**

11 months ago

**મળે જો  આજ તો પૂછવું છે એમને,

રોજ રસ્તે જતા જોઈ શકું આપને.?**

11 months, 1 week ago

**બે કિલો ની જિંદગી આપડી

ને બે મણ નો બોજ

લાત મારીને દુઃખ ને ચાલ

કરીએ સુખની ખોજ...**

11 months, 2 weeks ago

**" મને બધી જ ખબર પડે છે. "

આ વિચાર માણસને કુવાનો દેડકો બનાવી દે છે...**

We recommend to visit

🚩॥ રોયલ રાજપૂત // જય ખોડલ ॥🚩

😍 બસ દિલ થી દ્વારકાધીશ સુધી 😍

🥇️ Smooth Ultra HD 60Fps Videos 📱

🥇️ Unique Videos 🦋

🥇 Low Data Usage ⏳

🥇️ 𝖕𝖗𝖔𝖒𝖔𝖙𝖎𝖔𝖓 :- sachin_225


🏆 T A R G E T :- 25k

Last updated 8 months, 1 week ago

www.newsfasst.xyz

Last updated 4 years ago