ભારત સંસ્કૃતિ

Description
ભારતીય સંસ્કૃતિ ના આદર્શ વિચારોનું પ્રગટીકરણ કરતું ગ્રુપ

અહીં ગ્રુપ માં દરરોજ ના એક થી બે જ મેસેજ કરીએ છીએ

રવિવારે આપણે ગ્રુપ માં કોઈજ મેસેજ કરતા નથી.

રવિવાર એટલે પરિવાર સાથેનો દિવસ
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 4 weeks ago

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 2 weeks, 3 days ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 4 weeks, 1 day ago

3 months, 4 weeks ago

સાચું શ્રાદ્ધ એટલે શું???

શ્રાદ્ધ એટલે પિતૃ તર્પણ.
શ્રાદ્ધ એટલે મેં કેવું ઘ્યેય રાખ્યું, હું કેવું જીવ્યો, હું કેટલો આગળ વધ્યો એ નીરખવા માટે સાચું આત્મનિરીક્ષણ કરવાનું.
છેલ્લે, શ્રાદ્ધની સહુથી અગત્યની વાત એ એટલે મને સતત યાદ રહે કે જે રસ્તે પિતૃઓ ગયા છે એ રસ્તો ક્યારેય બંધ થયો નથી અને થશે પણ નહિ. તો મારે પણ એ જ રસ્તે એક દિવસ જવું પડશે. તેમાં જરા પણ ફેરફાર કે કોઈ અપીલ કે દલીલ નહિ ચાલે.
આ છે મૃત્યુનો રસ્તો.
Death is an Eternal and unavoidable truth
No one can escape from it.
ભલે મૃત્યુ આપણને અશુભ અમંગળ લાગે પણ એ જીવનનું અટલ અને અંતિમ સત્ય છે, અને તે આપણે સર્વે સ્વીકારીને ચાલવું જ પડશે.
जातस्य हि ध्रुवो मृत्यु:
ध्रुवं जन्म मृतस्य च ।

હવે મારા જીવનમાં મૃત્યુ એ એક અટલ અને અનિવાર્ય ઘટના હોય તો મેં તેના માટે તૈયારી કેટલી કરી ? મૃત્યુ પછી પણ સાથે આવે એવું સદગુણો અને સત્કર્મોનું પોટલું બાંધ્યું ?
મૃત્યુ પછી ભગવાન સામે જઈશ અને જ્યારે મને પૂછશે - દીકરા ! તેં જીવન દરમ્યાન શું કર્યું ?
" મેં જીવનમાં શું કર્યું ?" એનો જવાબ શોધવા જાગૃત થઈ દિલથી પ્રયત્ન કરવાનો. એટલા માટે આ શ્રાદ્ધના આટલા બધા ૧૬ દિવસો રાખેલા છે. મૃત્યુ આપણને અમંગળ લાગે છે પણ ભગવાનને અને ભગવાનના બની ગયેલા સંતો અને મહાપુરુષોને નહિ કારણ તેમણે જીવન દરમ્યાન અનેક સત્કર્મો કરીને મોટું પોટલું બાંધી દીધું હોય છે કે પછી તેમને ભગવાન પાસે જવાનો જરા પણ ડર રહેતો નથી. ગીતામાં ભગવાને મૃત્યુને અશુભ માન્યું નથી. ગીતા સમજાવે છે કે નાનું બાળક બહું રમીને કપડાં મેલાં કરી નાખે ત્યારે મા તેને પાસે બોલાવે અને નવાં ધોયેલાં સ્વચ્છ કપડાં પહેરવાવે. આ કેટલી સરળ સમજણ છે ?
જન્મ એટલે શિવમાં જીવ છૂટો પડી સંસારમાં આવે, અને
મૃત્યુ એટલે જીવ આ સંસાર છોડીને શિવ પાસે જાય.
આમાં ડર શાનો રહે ?
ડર એટલા માટે રહે છે કે -
મૃત્યુ પછી મારે ક્યાં જવાનું છે, કોની પાસે જવાનું છે એ ખબર નથી.
ડર આપણા જેવાને એટલા માટે રહે છે કે કારણકે જિંદગીમાં કોઈ સત્કર્મ જ કર્યું નથી. આખી જિંદગી ભોગ સ્વાર્થ અને મોહ માયામાં અટવાઈને વેડફી નાખી છે. આપણા જીવનમાં કહેવા જેવું કશું જ કર્યું નથી. ઘેર પૂજા પાઠ કરવા, દાન દક્ષિણા આપવી, મંદિરે જવું, ધર્મ પાળવો, ભક્તિ કરવી, સત્ માર્ગે ચાલવું વિ બધામાં આપણે સ્વાર્થ અને અહમ્ ભરી દીધો છે. ક્યાંય ક્યારેય નિ:સ્વાર્થ પ્રેમ, નિરપેક્ષ કર્મ કર્યું નથી. તેથી સૌને મૃત્યુનો ડર બેસી ગયો છે. મૃત્યુ તેથી આપણને અશુભ લાગતું રહેલું છે.
એક સાદું વ્યવહારિક ઉદાહરણ સમજી લો. સ્કૂલમાં ભણતો ઠોઠ વિદ્યાર્થી આખું વરસ રખડી ખાય, પરીક્ષામાં નાપાસ થાય, લાલ લીટી વાગી જાય, પછી તે Result Sheet તેના બાપાને બતાવવા જશે ? તેના મનમાં ડર રહે જ કે બાપા સોટી વડે મારું સ્વાગત કરશે. બીજો એક સુશીલ અભ્યાસુ વિદ્યાર્થી આખું વરસ મહેનત કરીને પહેલો નંબર લાવે છે તે શું કરશે ? તે દોડતો જઇને પોતાની માર્કશીટ બાપાને બતાવશે. કારણ તેને વિશ્વાસ છે કે બાપા મને શાબાશી આપી ભેટી પડશે. મને ગમતી વસ્તુ ભેટ આપશે.
આ બંને વિદ્યાર્થીની મનની સ્થિતિ જો બરાબર સમજી જશો તો જીવન અને મૃત્યુ અંગેનું બધું જ તત્ત્વજ્ઞાન સમજાઈ જશે.
આ દિવસોમાં મૃત્યુનો વિચાર કરવાનો તેથી લોકોની માન્યતા એવી દ્રઢ થઇ ગઇ કે શ્રાદ્ધ એટલે અશુભ દિવસો. તેમાં વિવાહ વાસ્તુ કે લગ્ન જેવા શુભ પ્રસંગોનો વિચાર ન થાય.
ઋષિઓએ આપેલા શ્રાદ્ધના આ
૧૬ શુભ દિવસો ને શુભ ચિંતન કરી સાર્થક કરીએ. સાચા અર્થમાં શ્રાદ્ધ કરીએ
હું આજથી એવો નિર્ધાર અને સંકલ્પ કરું કે હું જીવનને સુંદર, મધુર, સાર્થક અને સુવાસિત કરવાનાં કર્તવ્યો કરતો રહીશ. ભગવાન ! તમે ગમે ત્યારે મને લેવા આવો. હું સદા તૈયાર છું.

???

4 months ago

શ્રાદ્ધ

શ્રાધ્ધના દિવસો એટલે આપણા પિતૃઓને પ્રેમથી યાદ કરી તેઓ પ્રસન્ન થાય, ખુશ થાય તેવું જીવન જીવવાનો નિર્ધાર કરવાના દિવસો.

શ્રાદ્ધના દિવસો એટલે આપણે પણ એક દિવસ પિતૃઓના માર્ગે જવાનું છે એ યાદ કરી તે (મૃત્યુ ) માટે તૈયારી કરવાના દિવસો.

આજની સવાર એટલે બાકી રહેલી મારી જિંદગીનો પહેલો દિવસ.

**પીપળ પાન ખરંતાં
હસતી કૂપળીયાં,
અમ વીતી તમ વીતશે,
ધીરી બાપુડીયાં.

Dark Times Teach You a Lot.

???**

4 months ago

અણમોલ વાત

એક છોકરો શાળાએ જવા માટે તૈયાર થઇ રહ્યો. એની મમ્મી છોકરાને મદદ કરી રહી હતી. બરાબર એ જ સમયે અંદરના ઓરડામાંથી છોકરાની દાદીનો અવાજ આવ્યો, “વહુબેટા, મારા ચશ્મા નથી મળતા. જરા જોઇ આપને ક્યાં પડ્યા છે તે ?”. વહુએ કોઇ જવાબ ન આપ્યો એટલે સાસુએ ચશ્મા શોધી આપવા માટે વહુને બીજી વખત વિનંતી કરી.
વહુને ગુસ્સો આવ્યો. છોકરાને મોજા પહેરાવતા પહેરાવતા જ ધીમેથી બોલી ‘કંઇ કામ ધંધો છે જ નહી, આ ડોશી આખોદિવસ બડ-બડ કર્યા જ કરે છે’. પછી ઉંચા અવાજે એના પતિને કહ્યુ, “હું નવરી નથી છોકરાને તૈયાર કરુ છું તમારી બાના ચશ્મા શોધી આપો”. દિકરાને પણ એની મા પર ગુસ્સો આવ્યો. દિકરાએ બહાર આવીને જોયુ તો ચશ્માં ડ્રોઇંગ રૂમના ટેબલ પર પડ્યા હતા. છોકરાને એની માને કહ્યુ, “તમારા ચશ્માં અહીંયા જ પડ્યા છે. તમને કાંઇ યાદ જ નથી રહેતું. બીજુ બધુ તો ઠીક તમારી વસ્તુઓ તો સાચવીને રાખો. અમે કંઇ થોડા નવરા છીએ કે તમારી બધી વસ્તુઓ શોધ્યા કરીએ”.
નાનો બાળક એના મમ્મી-પપ્પાની બધી જ વાતો સાંભળી રહ્યો હતો. છોકરો તૈયાર થઇ ગયો એટલી એની મમ્મીએ કહ્યુ, “વર્ગમાં ધ્યાન રાખજે, પાણી તને આપેલી બોટલમાંથી જ પીજે, લેસન ડાયરીમાં હોમવર્ક બરોબર લખી લેજે, પેન-પેન્સીલ ભૂલીને નહી આવતો”. છોકરાએ મમ્મીની સામે જોઇને કહ્યુ, “ મમ્મી, આજકાલ તું બહુ બડબડ કરે છે. હવે પછી આ બડબડ કરવાનું બંધ કરી દેજે” છોકરાની આવી વાત સાંભળીને એની મમ્મીતો સમસમી ગઇ.
છોકરાના પપ્પાએ એ જ સમયે બુમ પાડી “બેટા, મારો મોબાઇલ નથી મળતો તે ક્યાંય જોયો છે ?” બાળકે એના પિતાને કહ્યુ, “આવડા મોટા ઢાંઢા જેવડા થયા પણ વસ્તુ સાચવીને રાખતા નથી આવડતી પછી વસ્તુ શોધવા આખુ ઘર માથે લો છો.” જવાબ સાંભળીને પિતા તો સ્થિર થઇ ગયા. છોકરાની મમ્મીએ કહ્યુ, “ તને ભાન છે તું શું બોલે છે તે ? મા-બાપ સાથે આવી રીતે વાત કરવાની હોય ? સ્કુલમાંથી તને આવું શીખવાડે છે ? છોકરાએ મમ્મી-પપ્પાની સામે જોઇને કહ્યુ, “મા-બાપ સાથે કેમ વાત કરવી એ હું સ્કૂલમાંથી નહિ, આપણા ઘરમાંથી જ શીખ્યો છું”.
મિત્રો, આપણા બાળકો શાળામાંથી જેટલું શીખે છે એનાથી વધુ ઘરમાંથી શીખે છે. શાળાના વાતાવરણ કરતા પણ ઘરનું વાતાવરણ બાળકના ઘડતરમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. ઘરમાં જરા સંભાળીને રહેતા શીખવું.....

???

6 months, 3 weeks ago

વિચાર

"યુવાન સંતાનોને તેમના પિતામાં એક જુનવાણી વ્યક્તિ નજર આવે છે, જે તેની વાત નકારવામાં આવે તો વાતે વાતે નારાજ થઈ જાય છે. તેનાથી ઘરનું વાતાવરણ બોઝિલ રહેતું હોય અને સાચું કહેવાનું અઘરું હોય, ત્યારે માતા બાળકો અને પિતા વચ્ચે કેવી રીતે બેલેન્સ સ્થાપિત કરે?"

આ પ્રશ્ન બહુ બધા પરિવારોનો છે. થોડી ઉપયોગી ટિપ્સ:

  1. પહેલાં તો, માતાએ બંને પક્ષ સાથે એક સરખો વ્યવહાર કરવો જોઇએ. કોઈ એક પક્ષને સારું લગાડવાની લાલચથી દૂર રહેવું જોઈએ.

  2. જનરેશન ગેપ મૂળભૂત રીતે કોમ્યુનિકેશન ગેપ છે. તે સંવાદથી જ દૂર થાય. એટલા માટે, ઘરમાં તંદુરસ્ત ચર્ચા થઇ શકે તેવો માહોલ બનાવવા પ્રયાસ કરવો જોઈએ. આમાં સમય લાગે, પણ અશક્ય નથી. ધીરજ જોઈએ.

  3. દરેક સમસ્યાનો ઉકેલ હોવો જ જોઈએ અને પોતે માતા છે અથવા પત્ની છે એટલે તેની જવાબદારી પોતાના પર છે એવું ન તો સાબિત કરવું કે ન તો ભાર રાખવો. બધી જ બાબતમાં વચ્ચે પડવાને બદલે, એમને જાતે જ ઉકેલ લાવવા માટે મોકળાશ આપવી જોઈએ.

  4. સાચું શું છે તે જો ખબર હોય, તો માતાએ સાચી વાતને બંને પક્ષ સામે મૂકવી જોઈએ, પણ એક વાતની તકેદારી રાખવી જોઈએ કે તેમાં કોણ સાચું છે તે સાબિત કરવા પર ભાર ન મૂકવો. ફોકસ વાત પર હોવું જોઈએ, વ્યક્તિ પર નહીં. આને ઇગો મેનેજમેન્ટ કહે છે.

  5. ઘરમાં જમવાનો એક સમય એવો રાખવો, જેમાં બધા સભ્યો ફરજીયાતપણે સાથે જ હોય. ત્યાં અલકમલકની વાતો થઈ શકે. મનભેદ કે નારાજગીને એક હદમાં અટકાવવાનો આ ઉમદા રસ્તો છે.

  6. સંતાન વિશેની બાબતો, માહિતીઓ માત્ર પોતાના પૂરતી મર્યાદિત રાખવાને બદલે પિતા સાથે પણ શેર કરવી, જેથી સંતાનનો વ્યવહાર સમજવામાં તેમને સરળતા રહે. એમાં ફરિયાદ કે આરોપનો ભાવ ના હોવો જોઈએ, પિતાને વિશ્વાસમાં લેવા માટે શુદ્ધ રૂપે શેરિંગ જ હોવું જોઈએ.

  7. સામાન્ય રીતે માતા અને સંતાન એક ટીમ બની જતાં હોય છે. મસ્તી-મજાક સુધી ઠીક છે, પરંતુ તેનાથી અજાણતાં જ સંતાન અને પિતા વચ્ચે એક અંતર શરુ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

???

6 months, 3 weeks ago

Where the rites are not irrigated, the society, region and that culture are destined to decline.

એટલે કે

જ્યાં સંસ્કારો નું સિંચન નથી થતું, તે સમાજ, પ્રદેશ અને તે સંસ્કૃતિ નું પતન નક્કી છે.

આશા અને આનંદ ની પ્રવૃત્તિ જ માત્ર વાસ્તવિક ધન છે.
સંબંધો એ સાચી મૂડી છે.
ડરવું, દુઃખી થવું અને સ્વાર્થી બનવું એ હકીકતમાં ગરીબી છે.

ગજબ સંબંધ છે વ્હાલ અને વ્યવહારનો.
એક અવિરત વહ્યા કરે
બીજો પળે પળનો હિસાબ રાખે.
માટે,
હંમેશાં વ્યવહાર વ્હાલથી કરો, વ્યવહારથી વ્હાલ ન કરો.

We must Learn.
Who is Gold and
Who is Simply Gold plated?

સાથે સાથે પુણ્ય કોઈને દગો દેતું નથી
પાપ કોઈનું સગું થતું નથી
જે કર્મ સમજે છે
જે કર્મનો સિદ્ધાંત સમજે છે
તેને ધર્મ સમજાવવાની જરૂર નથી.

સંપત્તિના વારસદાર અનેક હોઈ શકે,
પરંતુ કર્મના વારસદાર તો તમે એકલા જ છો.

દુકાળ જો અનાજનો હોય તો માણસો મરે છે, અને
દુકાળ જો સંસ્કારોનો હોય તો માણસાઈ મરે છે.

When Ego Dies, the Soul Awakes.

???

6 months, 4 weeks ago

"જાતિ, વર્ણ અને ગોત્ર મુજબ લગ્નના ફાયદા"
સનાતન હિન્દુ ધર્મમાં, લગ્ન માત્ર બે વ્યક્તિઓનો મિલન નથી પરંતુ એ એક મહાન સંસ્કાર છે જે બે પરિવાર અને તેમની સંસ્કૃતિઓને જોડે છે. લગ્નો ગોઠવતી વખતે જાતિ, વર્ણ અને ગોત્ર પર વિચારવાનું પરંપરાનું વિશિષ્ટ કારણ અને ફાયદા છે. ચાલો આ ફાયદાઓને વિગતવાર સમજીએ.

  1. વંશ અને સ્વાસ્થ્યની સુરક્ષા
    જાતિ અને ગોત્ર મુજબ લગ્ન કરવાનો અર્થ એ છે કે વંશની શુદ્ધિ જળવાઈ રહે છે. ગોત્ર પ્રણાલીના મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લગ્ન કરતી વ્યક્તિઓ એક જ ગોત્ર (પૂર્વજ વંશ) ના ન હોવા જોઈએ. આ નજીકના સગા વચ્ચેના લગ્નની સંભાવનાને ઘટાડી દે છે, જે જૈવિક રીતે મહત્વપૂર્ણ છે. નજીકના સગા સાથેના લગ્નથી જેનેટિક વિકારો અને રોગોનો જોખમ વધે છે, જેને ગોત્ર પ્રણાલી અટકાવવામાં મદદ કરે છે.

  2. સામાજિક માળખું અને સન્માન
    જાતિ અને વર્ણ મુજબના લગ્નથી સમાજમાં સુમેળ અને ગોઠવણી જળવાઈ રહે છે. આ પ્રણાલી સમાજને વિશિષ્ટ માળખામાં બાંધે છે, વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં એકરૂપતા સુનિશ્ચિત કરે છે. જાતિ આધારિત લગ્નો સામાજિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ એકસરખા હોવાને કારણે પરસ્પર સમજૂતી અને સહકાર વધારશે.

  3. સંસ્કૃતિ અને પરંપરાનો જતન
    હિન્દુ ધર્મમાં વિવિધ જાતિ અને વર્ણ છે, દરેકની પોતાની પરંપરા અને રીવાજો છે. પોતાની જાતિ અને વર્ણમાં લગ્ન કરવાથી આ પરંપરા અને રીવાજો જળવાઈ રહે છે, અને ભવિષ્યની પેઢીઓને આગળ ધપાવી શકાય છે. આ રીતે, આપણી સાંસ્કૃતિક વારસો અને ધરોહ સંયુક્ત રહે છે.

  4. પરિવારની એકતા અને સંતુલન
    એકજ જાતિ અને વર્ણમાં લગ્ન કરવાથી પરિવારોમાં એકતા અને સંતુલન વધે છે. આ સામાજિક માળખાઓને મજબૂત બનાવે છે, જે સમાજની સ્થિરતામાં યોગદાન આપે છે. લગ્ન દ્વારા, પરિવારો વચ્ચેના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક બંધનો મજબૂત બને છે, જેના લીધે સમુદાયની સ્થિરતા વધે છે.

  5. સામાજિક ઓળખ અને પ્રતિષ્ઠા
    જાતિ અને વર્ણ આધારીત લગ્નથી વ્યક્તિની સામાજિક ઓળખ અને પ્રતિષ્ઠા જળવાઈ રહે છે. તે વ્યક્તિને સમાજમાં વિશિષ્ટ સ્થાન આપે છે અને તેમની સામાજિક સ્થિતિ મજબૂત બનાવે છે. આ ઉપરાંત, તે વ્યક્તિની સામાજિક ક્ષેત્રમાં ઓળખ સ્પષ્ટ અને માનનીય રહે છે.

નિષ્કર્ષ
હિન્દુ ધર્મમાં લગ્ન ગોઠવતી વખતે જાતિ, વર્ણ અને ગોત્ર પર વિચારવાનું મહાન ફાયદા છે, જે માત્ર વ્યક્તિગત અને પરિવારિક સ્તરે જ નહીં પરંતુ સમાજ અને સંસ્કૃતિના જતન અને પ્રોત્સાહનમાં પણ છે. આ પરંપરા આપણાં પૂર્વજોની દૃષ્ટિ અને સામાજિક જાગૃતિને પ્રતિબિંબિત કરે છે, અને આ આપણા વારસાને સન્માન અને આગળ વધારવું જોઈએ.

???

6 months, 4 weeks ago

સિકંદર
   અનેક વિજયો મેળવ્યા પછી ખાસ કરીને  પર્શિયા સામે વિજેતા બનેલાં એલેકઝાંડર અને એના દરબારીઓ, લશ્કરી અધિકારીઓ વગેરેને અઢળક ધન ની પ્રાપ્તિ થઇ. (એલેકઝાંડર એટલે આપણા ભારત દેશના પોરસે 56 ની છાતી થી આપેલા જવાબથી પ્રભાવિત સિકંદર). એલેકઝાંડરે જોયું કે વૈભવની આડ અસર કારભારી - અધિકારીઓ ખાસ કરીને લશ્કર પર આળસ અને અતિ વિલાસીતા સ્વરુપે શરૂ થઈ ગઈ છે. એક લશ્કરી અધિકારી નામે હેગનન પગરખાંમાં ચાંદીના ખીલા જડાવીને ફરે છે. વ્યાયામ લગભગ બધાએ સાવ નહીવત કરવા માંડ્યો છે. આળસુ અધિકારીઓ નોકરો રાખીને માલીશ કરાવે છે.
મોડી રાત સુધી રંગરાગમાં જ ગુલતાન રહે છે. ત્યારે વીર એલેકઝાંડરે બધાને એકઠા કરીને જણાવ્યું: ' પર્શિયનો અતિ વિલાસી બન્યાનાં પરિણામ રુપે આપણી સામે પરાજિત થયા. આપણે એનું જ અનુકરણ કરવું છે?? પોતાના કામ બીજા પાસે કરાવવા કરતાં બીજાનાં કામ પોતે કરવાથી રાતે સારી નીંદર આવી જાય. આપણા હાથ પગ હલાવવાની ટેવ નીકળી ગયા પછી ભાલા કે શિરસ્ત્રાણ ઉપાડવાનું કે ઘોડા દોડાવવાનુ કઠીન બને. કઠોર પરિશ્રમ જ જીવન ને ઉચ્ચ કક્ષા એ લઇ જઇ શકે, ટકાવી શકે'

  પોતાના જીવન થી જ આ સંદેશો પોતાના લશ્કર સુધી પહોંચતો કરવા માટે એલેકઝાંડર અવારનવાર સાહસિક કાર્યો કરતો. જોખમી, ખતરનાક શિકાર ખેલતો. SPARTA નાં લેકોનિઆ પ્રદેશના એક એલચીએ એલેકઝાંડરને મહાકાય સિંહ નો શિકાર કરતાં જોયો અને લખ્યુ: એલેકઝાંડર પોતાની જાતને અને સામ્રાજ્યને દાવ પર લગાડીને સાવજ સામે લડયો. યોધ્ધા ને વંદન '.

યાદ રાખો કે....
    ' વિશેષ આરામદેહ સગવડોથી નમાલા ના બની જવાય માટે કઠોર સંઘર્ષ કરતા રહેવો'

???

7 months ago

હનુમાન એટલે શક્તિ અને ભક્તિનો સમન્વય, સેવક અને સૈનિક ની ભૂમિકા.

આપણી શક્તિ કોના માટે વાપરીએ છીએ ? સમય કોને આપીએ છીએ ?

હનુમાનની પૂજા ઉપાસના એટલે ભગવાને આપેલી શક્તિ અને સમય પ્રભુ માટે, પ્રભુકાર્ય માટે, પ્રભુનો મહિમા વધે તે માટે વાપરવાં.

મને મળેલી શક્તિ, બુદ્ધિ અને સમય જો પ્રભુથી દૂર લઈ જનાર વિચારો, વ્યકિત અને તેવા કાર્ય માટે, આસુરી વિચારો માટે વપરાતાં હશે તો હનુમાન પૂજા - ઉપાસનાને કોઈ અર્થ નથી.

રામનું નામ
રામનું કામ
રામની ભકિત એ આદર્શ એટલે જ હનુમાનની પૂજા ઉપાસના.

ભારતીય સંસ્કૃતિ માં હનુમાન ની ચરિત્ર અતિ ઉત્કૃષ્ટ છે. તેમાંથી ઘણું બધું શીખવા જેવું છે. પણ આપણે તો ફક્ત બે પૈસા ન તેલ અને ચપટી સિંદૂર માં હનુમાન ને રીઝવવા જઈએ છીએ.

અદ્ભૂત છીએ આપણે બધા....
કે રામનું નામ લઈએ છીએ... પણ તેમનું કામ કરવામાં જોજનો દૂર છીએ..

ભારત જયતું..?*?*?**

7 months ago

સદૈવ પ્રસન્ન રહીએ, જો પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ, જિસકા મન મસ્ત હૈ, ઉસકે પાસ સમસ્ત હૈ .

વીતી ગયેલા સમયની નોંધ રાખો કે ન રાખો, પરંતુ તેમાંથી મળેલ અનુભવની નોંધ જરૂર રાખો.

समत्वं योग उच्यते ।
( ગીતા - ૨/૪૮ )

સફળતા, નિષ્ફળતા, યશ, અપયશ, સુખ દુઃખ વિ. દ્વંદ્વોમાં સમતા જાળવી કર્મો કરવા એ યોગ છે.

યોગ દિવસની શુભકામનાઓ.

???

9 months, 1 week ago

**રામ નવમી ના દિવસે સ્પેશિયલ

યથા રાજા તથા પ્રજા**
આજે તો રાજા ને ખબર જ નથી કે હું મારા વિસ્તાર નો રાજા છુ. ને પ્રજા ને પણ ખબર નથી કે આ મારો રાજા છે. બસ મતદાન આવ્યું નથી ને આપણે પાંચ પૈસા માં વેચાયા નથી. આજની પ્રજા જ જો પોતે વેચાવા તૈયાર હોય તો પછી રાજા ખરીદવા માટે તૈયાર જ હોય ને .

રામરાજ્ય માં પહેલો નિયમ એ હતો કે રાજા ચારિત્ર્યવાન હોવો જોઈએ. અને ઉત્કૃષ્ટ ચારિત્ર્યવાન જ રાજ્યધિકારી બની શકે. ઇશ્વાકુ વંશ માં સગર નો પુત્ર અસમંજસ, નામ પ્રમાણે ગુણવાળો અને બધી જ રીતે યોગ્ય રાજા બની શકે તેમ હતો. પણ તેમના રાજય ના લોકોની ના હોવાથી તેમના પિતાએ તેમને રાજા બનાવ્યો નહીં. અને જંગલ માં કાઢી મુક્યો. શાસ્ત્રો માં પણ કહેવામાં આવ્યું છે કે . If character is lost everything is lost. એટલે કે જેને પોતાનું ચારિત્ર્ય ગુમાવ્યું છે. તેને બધું જ ગુમાવ્યું છે. આજે ગર્વ સાથે કહેવાનું મન થાય કે આજનું  આપણું બંધારણ એક સુરાષ્ટ્ર નિર્માણ કરી શકે તેવું જ છે. પણ તેનો ૧૦૦ ટકા અમલ કરાવનાર કોઈ રાજા બન્યો નથી. માટે જ આપણે આજે રામયુગથી જોજનો દૂર રાવણયુગ તરફ કૂચ કરી રહ્યા છે.

રામ કાલીન યુગ ની બીજી એક ખાસ વાત કે એ સમય માં રાજ્યકારભાર સંભાળનાર તો શું , પણ રાજા ના આખા કુટુંબ માં પણ જો કોઈ પર રાંઇ ના દાના જેટલી પણ શંકા જાગે તો તે ચલાવી લેવા માં આવતી હતી નહીં. જ્યારે આજે તો હિમાલય જેવડી મોટી મોટી ભૂલો થાય છે પણ તેની પર કાઈ જ કાર્યવાહી થતી નથી. વાલ્મિકી રામાયણ માં ધોબી ની કોઈ વાત જ નથી , પણ જ્યારે રાજ્ય ની પ્રજા સીતા ના ચારિત્ર્ય પર શંકા કરે છે. ત્યારે રાજા રામ રાણી સીતા નો ત્યાગ કરે છે. જ્યારે આજના આપના રાજાઓ ની તો કલ્પના  કરવી જ અશક્ય છે. કે તેઓ પોતે કેટલા ચારિત્ર્યવાન છે.

શાસ્ત્ર કહે છે કે દેશ ને બચાવવા જો એક ગામ ની કુરબાની આપવાની હોય તો આપી દેવી જોઈએ. તેવી જ રીતે જો દેશ અને સંસ્કૃતિ ને જો આજ ના રાજા ઓ આહત પહોંચાવતા હોય તો તેવા નમાલા રાજા ઓ ની સામે જોવું પણ ભૂલ છે. આજના પ્રત્યેક શાસન પર બેઠેલા પ્યાદા ઓ ને પૂછો રામરાજ્ય ની કેટલી વાર છે. જવાબ માં ઝાકારો મળશે. તે ભાઈ ઝાકારો મળે જ ને આપણે જ તો તેઓને ગદી પર બેસાડ્યા છે.

જો દુનિયા ની સામે લડવું હશે તો આપણા શાસ્ત્રો ને જ આપણે આપણી ઢાલ બનાવવી પડશે, આધાર બનાવવો પડશે. જો એમ ના થાય આપણાથી તો પછી નમાલા માણસો ની આગળ ઝુકવા માટે તૈયાર રહેજો.

**આપના રક્ષક આપણે.

ભારત જયતું..???**

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 4 weeks ago

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 2 weeks, 3 days ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 4 weeks, 1 day ago