વ્યાકરણ વિહાર ,બિપિન પી. ત્રિવેદી 📖🖋

Description
ગુજરાત સરકાર દ્વારા લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વિષયના વ્યાકરણ ,ભાષા શબ્દભંડોળ અને સાહિત્યની વ્યવસ્થિત રીતે તૈયારી કરવા માટે આપ અમારી સાથે જોડાઓ.
https://t.me/BipinTrivediVyakaranviha
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 4 weeks ago

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 2 weeks, 3 days ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 4 weeks, 1 day ago

1 month, 1 week ago

રૂઢિપ્રયોગ :-

કાચું સોનું :- ઘણી ફળદ્રુપ જમીન

સાચે ઘડે પાણી ભરવું :- મેળ વિનાની વાત કરવી

કાચે તાંતણે તણાય તેવું :- ગમે તે દિશાએ દોરવયુ દોરવાય એવું

કાછડી છૂટી જવી :- ભય લાગવો

કાટલું કાઢવું- કરી નાખવું :- આડખીલી દૂર કરવી

કાઠા વાજિયા કરવા :- ભેળસેળ કરવી

કાઠું કરવું :- વધવું

કાતર મૂકવી :- હાનિ કરવી

કાન આમળવા :- ઠપકો દેવો

સંકલન :-
સેન્સી લખાણી
ભાવનગર

1 month, 1 week ago

એક વિચાર...

માણસ જો સ્વીકારી લેતા શીખી જાય તો તે દરેક પરિસ્થિતિ માં ટકી શકે છે.
કૃષ્ણ એ પારકું ગામ ગોકુળ સ્વીકાર્યું, મા જસોદા અને રાધાજી નો વિરહ સ્વીકાર્યો, પોતાનું બાપદાદાનું રાજ્ય છોડવાનું સ્વીકાર્યું, સુભદ્રાહરણ સ્વીકાર્યું, ભાણેજ અભિમન્યુની વિરગત સ્વીકારી... અરે છેલ્લે માતા ગાંધારી નો શ્રાપ પણ સ્વીકાર્યો ને પારધી ના હાથે મરણ પણ સ્વીકાર્યું.
આ એકેય કિસ્સાઓમાં કૃષ્ણને બીજાને દોષ આપતા નય જોયા હોય.
કૃષ્ણ ને કૃષ્ણ બની રહેવું હોય તો સ્વીકારતા શીખવું જ પડે .

1 month, 1 week ago

રૂઢિપ્રયોગ :-

કાખલી કૂટવી :- આનંદમાં આવી જવું

કાગડા કકળવા :- ખરાબી થશે એવા શુકન થવા

કારને ડોળે રાહ જોવી :- ખૂબ આતુરતાથી રાહ જોવી

કાગડા ઊડવા :- સભા બેઠકમાં કોઈ ખાસ માણસો ન હોય તો બોલાય છે

કાગળ કરવો :- લખાણ કરવું

કાગારોળ કરવી :- દેખાવ કરવો

કાચા કાનનું :- ભોળું

કાચું કપાવુ :- દિલગીર થવું

સંકલન :-
સેન્સી લખાણી
ભાવનગર

1 month, 2 weeks ago

ભેંસની વ્યથા
____

બાળકો લગભગ દૂધ
મારું જ પીવે,
પણ શાળામાં નિબંધ
ગાયનો લખે !

વાંચતાં ના આવડે તો કહે,
કાળા અક્ષર ભેંસ બરાબર.
તો શું બીજા ઢોર
ગ્રેજ્યુએટ છે ?

કોઈ ભૂલ કરે તો કહે
ગઈ ભેંસ પાણીમાં
તો બીજા ઢોર
શોપિંગમાં જાય છે ?

બુડથલ વ્યક્તિને
ડોબાનું ઉપનામ મળે છે
તો શું સમગ્ર ઢોરઢાંખરમાં
સૌથી બુડથલ હું જ છું ?

વાત ના સમજાય તો બધાં કહે
ભેંસ આગળ ભાગવત.
તો શું બીજા ઢોર આગળ
રામાયણ વંચાય છે ?

ચાલો આ બધું માફ
પણ છેલ્લે, એક વાત...
ગાયને ભલે મા કહો
પણ મને કોઈક વાર તો
માસી‌ કહો !

પણ તમે નહીં જ કહો
અને નહીં જ સમજો...

આ ના સમજો ને
એને જ કહેવાય,
ભેંસ આગળ ભાગવત !

(સર્જકના નામની ખબર નથી.)

1 month, 2 weeks ago

💐શબ્દોની ગમ્મત 💐

આગળ-પાછળથી સરખા વંચાતા ત્રણ અક્ષરના શબ્દો અને તેના અર્થ - ૧૩
-------------------

૧૨૧) વટાવ - અદલાબદલી; હુંડી લખવામાં જે વધુ રકમ આપવી પડે તે; હુંડિયામણ, એક સિક્કામાંથી બીજા સિક્કામાં નાણું લેતાં જે કાંઈ ઓછુંવત્તું બેસે તે; મોટા સિક્કાનું પરચૂરણ લેતાં જે ઓછું આવે તે, છૂટ; મુદ્દલમાંથી કાંઈ કારણથી જે ઓછું લેવાય અથવા કાપી અપાય તે, જુદા જુદા ચલણની સિલક, લાભ; નફો; ફાયદો; હાંસલ, વેચાણ ઉપરનું વળતર; તાકીદે વસૂલ કરવા માટે અવેજ લેતાં કંઈ ઓછું લેવું અથવા કાપી આપવું તે; લાભાંશ – ડિસ્કાઉંટ, સાકરસુખડી.

૧૨૨) વડાવ - એક ગામ

૧૨૩) વર્તાવ - આચાર; વર્તવાની રીતભાત; વર્તન; વર્તણૂક; આચરણ, તફાવત; જુદાપણું

૧૨૪) વલ્લવ - ગોપ; ગોવાળિયો; ભરવાડ; રબારી, રસોઈયો

૧૨૫) વહાવ - પ્રવાહ, વહેણ

૧૨૬) વાઈવા - મૌખિક કસોટી

૧૨૭) શતાંશ - સો ભાગવાળું, સો મો ભાગ

૧૨૮) સઈસ - ઘોડાવાળો, રાવત

૧૨૯) સક્કસ - મજબૂત; સખત; દૃઢ; કઠણ; જકડીને બાંધેલું; ન છૂટે તેવું, સારી રીતે કસેલું; ખૂબ ખેંચેલું

૧૩૦) સલીસ - સહેલું

આધાર
----------
ભગવદ્ગોમંડલકોશ

સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત
જિલ્લો : આણંદ

1 month, 2 weeks ago

'રત્તી' આ શબ્દ આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ. જેમ કે, 'તેને તો રત્તીભાર પણ પરવા નથી', 'તમને રત્તીભાર પણ શરમ ન આવી..??', 'તેનામાં તો રત્તીભાર પણ અક્કલ નથી.' વગેરે...વગેરે.

તો ચાલો, આજે આપણે આ 'રત્તી' શું છે તેની સમજ મેળવીએ.

તમને જાણીને આશ્ચર્ય થશે કે 'રત્તી' એક પ્રકારના વનસ્પતિના બીજ છે..!! જે મોટાભાગે પહાડો પર અને વગડામાં વાડ પર જોવા મળે છે. આ બીજ વટાણાની સીંગમાં જેમ વટાણાના દાણા ગોઠવાયેલા હોય છે એમ ગોઠવાયેલ હોય છે. આ બીજ બે પ્રકારના હોય છે. જેમાં એક જાતમાં બીજ સંપૂર્ણ લાલ અને માથાનો છેડો કાળો હોય છે. જ્યારે બીજી જાતમાં બીજ સંપૂર્ણ સફેદ અને માથાનો છેડો કાળો હોય છે.

શું હજુ પણ તમે આ 'રત્તી' ને ન ઓળખી..!?! તો સાંભળો, આ 'રત્તી' એ બીજુ કંઈ નહી પણ 'ચણોઠી' છે..!!

પૂર્વ કાળમાં માપવાનું-તોલવાનું કોઈ પ્રમાણભૂત માપ નહોતું ત્યારે સોના જેવી ધાતુ અને ઘરેણાં તોલવા માટે આ 'રત્તી' એટલે કે 'ચણોઠી' નો ઉપયોગ કરવામાં આવતો હતો..!!

સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ 'રત્તી' એટલે કે 'ચણોઠી' ની સીંગ ગમે તેટલી પાકી જાય છતાં પણ તેની અંદર ગોઠવાયેલ દરેક 'રત્તી' નું વજન એક સમાન 121.5 મિલિગ્રામ (એક ગ્રામનો લગભગ 8 મો ભાગ) જ રહે છે...!!

મતલબ કે વજનમાં સાવ થોડું અને સમાન હોવાના વિશિષ્ટ ગુણના કારણે તોલમાપમાં તેનો ઉપયોગ થવા લાગ્યો. એવી જ રીતે કોઈ વ્યક્તિમાં કોઈ ગુણ, કર્મ કે સ્વભાવને પ્રમાણિત રીતે વ્યકત કરવાનું એક માપ બની ગઈ આ 'રત્તી-ચણોઠી'.

આમ, રત્તીભાર એટલે થોડુંક જ.

ઘણીવાર લોકો દાળ-શાકમાં ઉપરથી મીઠું નાંખે છે. જૂના જમાનામાં આ રીતે મીઠું નાંખવા માટે કહેતા 'રત્તીભાર મીઠું આપજો.' આજે 'રત્તીભાર' શબ્દનું પ્રચલન ખૂબ ઘટી ગયું છે. છતાં કહેવતો રૂપે તો આજે પણ 'રત્તી' વ્યવહારમાં છે.

જેમ કે...

'રત્તીભાર કરેલું સત્કર્મ એક મણ પુણ્ય બરાબર છે.'

'હું રત્તીભાર જૂઠું નથી બોલતો.'

'આ ઘરમાં મારું રત્તીભાર પણ મૂલ્ય નથી.' વગેરે... વગેરે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જે 'રત્તી' એક વનસ્પતિનું બીજ છે. જે 'રત્તી' ભાષા વ્યવહારની શોભા વધારે છે. એ 'રત્તી' તોલમાપનો એક પ્રાચીન એકમ છે...!! ઘણા ખરા અંશે સુવર્ણ કલાકાર (સોની) આ માપનો ઉપયોગ કરતા હોય છે.

જૂના માપતોલ જોઈએ...

- 8 ખસખસ = 1 ચોખો.
- 8 ચોખા = 1 રત્તી.
- 8 રત્તી = 1 માશા.
- 4 માશા = 1 ટંક.
- 12 માશા = 1 તોલો.
- 5 તોલા = 1 છટાંક.
- 16 છટાંક = 1 સેર.
- 5 સેર = 1 પંસેરી.
- 8 પંસેરી = 1 મણ.

(ઉપરોક્ત માપ હિંદીમાંથી અનુવાદ કરીને લખ્યા છે.)

જો કે ઉપરોક્તમાંથી મોટાભાગના માપ વિસરાઈ ચૂક્યા છે. પરંતુ તેમાંથી 'રત્તી' અને 'તોલા' માપનો ઉપયોગ આજે પણ થાય છે.1 'રત્તી' નો મતલબ 0.125 ગ્રામ થાય છે. 11.66 ગ્રામ એટલે 1 તોલો. જો કે આજકાલ 1 તોલાને 10 ગ્રામ તરીકે ઓળખવાનું પ્રચલન છે.

ઉપરોક્ત દર્શાવેલ માપમાં 'રત્તી' ખૂબ પ્રચલિત થઈ કારણ કે તે પ્રાકૃતિક રૂપે મળે છે. 'રત્તી' ને 'કૃષ્ણલા' કે 'રક્તકાકચિંચી' નામથી પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને 'ગુંજા' તરીકે પણ ઓળખે છે.

આ 'રત્તી-ચણોઠી' ની ખાસિયત એ છે કે તે આકારમાં નાના-મોટા નથી હોતા. તે સમાન આકાર-માપના હોય છે. દરેક બીજનું વજન પણ સમાન જ હોય છે. જેને આપણે કુદરતની કમાલ જ કહી શકીએ...!!

સુવર્ણ કલાકાર (સોની) પૂર્વ સમયમાં ઉપર જણાવેલ પ્રાકૃતિક ગુણને કારણે તોલમાપના રૂપમાં આ 'રત્તી-ચણોઠી' બીજનો ઉપયોગ કરતા હતા.

'રત્તી- ચણોઠી' બીજ ઝેરી હોય છે. તેને ખાવામાં આવતા નથી.

- 'સુરેશ જયસ્વાલ' સાહેબની ફેસબુક પેજ પોસ્ટ (હિન્દી ભાષા છે.) પરથી સહજ જાણકારી અર્થે ગુજરાતીમાં સાભાર રૂપાંતરિત.)

4 months, 1 week ago

*?કવિઓનું કન્ફ્યુજન?*

➡️ ગરબી સમ્રાટ: દયારામ

➡️ કવિ સમ્રાટ: ન્હાનાલાલ

➡️ કવિવર: ન્હાનાલાલ

➡️ પ્રેમભક્તિ: ન્હાનાલાલ

➡️ ભક્તકવિ: નરસિંહ મહેતા

➡️ કવીશ્વર:દલપતરામ

➡️ મસ્ત: બાલાશંકર કંથારિયા

➡️ મસ્ત કવિ: ત્રિભુવન ભટ્ટ

➡️ બેકાર: ઈબ્રાહિમ પટેલ

➡️ બેફામ: બરકતઅલી વિરાણી

➡️ સુન્દરમ્: ત્રિભુવનદાસ લુહાર

➡️ શિવમ્ સુન્દરમ્: હિંમતલાલ પટેલ

➡️ અઝીઝ: ધનશંકર ત્રિપાઠી

➡️ અઝીઝ કાદરી: અબ્દુલ અઝીઝ કાદરી

➡️ કુમાર: મહેન્દ્રકુમાર દેસાઇ

➡️ સુકુમાર: શુંભુપ્રસાદ જોષીપુરા

➡️ શૂન્ય: અલીખાન બલોચ

➡️ શૂન્યમ: હસમુખભાઈ પટેલ

➡️ સ્વૈરવિહારી: રાં.વિ.પાઠક

➡️ વનવિહારી: નરસિંહરાવ દિવેટિયા

➡️ સુહાસી: ચંપકલાલ ગાંધી

➡️ સુકાની: ચંદ્રવદન બૂચ

સંકલન :-
એમ.યુ.મહિડા✍️**

4 months, 1 week ago

વૈકલ્પિક સમાનાર્થી શબ્દોમાં
જોડણીભેદ અને અર્થ - ૮૮
-------------------

૮૭૧) આદિકાલ, આદિકાળ = આરંભકાળ, સૃષ્ટિની શરૂઆતનો કાળ

૮૭૨) આદિજાતિ, આદિમજાતિ = આદિવાસી જાતિ

૮૭૩) આદિત, આદિત્ય = સૂર્ય; રવિ, અદિતિના બાર પુત્રોમાંનો કોઈ પણ, બારની સંજ્ઞા

૮૭૪) આદિમાતા, આદિમાયા = પ્રકૃતિ, આદ્યભવાની; પાર્વતી

૮૭૫) આદિમૂલ, આદિમૂળ = મૂળ પાયો; આદિ કારણ, બીજનો એ ભાગ કે જે ઊગતાં છોડનું મૂળ થાય છે.

૮૭૬) આદિશક્તિ, આદ્યશક્તિ = દુર્ગા

૮૭૭) આધાન, ઓધાન= ગર્ભ રહેવો તે; ગર્ભધારણ

૮૭૮) આધાપલીત, આધાપલીતું =અડધું ગાંડું; દાધારંગુ

૮૭૯) આનય, આનયન = આણવું તે, ઉપનયન સંસ્કાર

૮૮૦) આનંદક, આનંદકારી, આનંદજનક, આનંદદાયક, આનંદદાયી, આનંદપ્રદ = આનંદ આપે એવું

આધાર
----------
સાર્થ જોડણીકોશ

પ્રકાશક :
-----------
ગૂજરાત વિદ્યાપીઠ

સંકલન :
----------
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત
જિલ્લો : આણંદ

4 months, 2 weeks ago

નામ માહાત્મ્ય...(૨૩)
--------------------
કર્ક રાશિ (ડ, હ)...(૨) - પુત્રી
-----------------------
(૨૧) હિતા (કલ્યાણી/શ્રેયા)
(૨૨) હિમાની (હિમસમૂહ)
(૨૩) હિરણ્યા (સુવર્ણા/સોનેરી)
(૨૪) હર્ષિતા (આનંદ પામનારી)
(૨૫) હૃદ્યા (પ્રિયા)
(૨૬) હરિણી (મૃગલી)
(૨૭) હિમાંશી (ચાંદની)
(૨૮) હાર્દિકા (અંતઃકરણપૂર્વક)
(૨૯) હિતૈષી (હિતેચ્છુ)
(૩૦) હિરણ્મયી (સોનેરી/સુવર્ણમય)
(૩૧) હૃત્પદ્મા (હૃદયકમળ)
(૩૨) હેમપદ્મા (સુવર્ણકમળ)
(૩૩) હેમાદ્રિ (મેરુ પર્વત)

(કર્ક રાશિ - પુત્રીનાં નામ પૂર્ણ)

સૌજન્ય :
----------
સૌમ્ય - રમ્ય નામમાળા
પ્રો. ડૉ. મહેન્દ્ર છતારા
પ્રકાશક :
----------
પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
રાજકોટ

પ્રસ્તુતિ :
----------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન

બારડોલી

4 months, 2 weeks ago

તેમાંનાં આદિકવિ નરસિંહ મહેતા અને જ્ઞાની કવિ અખા વિશેનાં તેમનાં તારણો આજે પણ એટલાં જ અર્થપૂર્ણ રહ્યાં છે. તેમનાં ગદ્યલખાણોનો સંચય ‘કવિતાવિચાર’નો મુખ્યત્વે તેમના કવિતાવિષયક વિચારો છે. જેનું સંપાદન ભૃગુરાય અંજારિયાએ કર્યું છે.

સૌજન્ય :
------------
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

પ્રસ્તુતિ :
-------------
કિશોરભાઈ જિકાદરા
ન્યાસી
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 4 weeks ago

જ્ઞાન એકેડમી - ગાંધીનગર મો. નં. 8758277555

We provide videos regarding different subjects free of cost in you tube channel - Gyan Academy Gandhinagar

Last updated 2 weeks, 3 days ago

Manage by - @pradiprajput7575

Gpsc Class 1/2,તલાટી,જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ , police , psi ,asi વગેરે માટે ઉપયોગી Quiz
Quiz : NCERT + GCERT અને માહિતી ખાતાની પુસ્તકો આધારિત હશે.

Last updated 4 weeks, 1 day ago