Why Pay for Entertainment? Access Thousands of Free Downloads Now!

ટહુકો🐥

Description
ગુજરાતી ભાષા ના કંઇક નાના મોટા સુવિચાર, વાક્યો,છંદ,રમુજી વાક્યો તેમજ અન્ય ભાષા નું સાહિત્ય પણ પીરસવામાં આવશે☺️
બધી અમારી પોતાની રચના નથી...મોટા ભાગની રચનાઓ અન્ય લોકો ની હશે
Advertising
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 month ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 2 months ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago

2 days, 14 hours ago

અરે,
એય! મારી માં તારું મને મહોતું આપ ને,
આ ચાંદો તો મામો થઈ ને ઝાંખો પડ્યો;

એને તો શીદની વેળાએ જોર પડ્યું?
મારી માં પૂછ ને એને શાને ભોંઠો પડ્યો?

નથી ત્યાં માનવ મહેરામણ કે નથી ત્યાં ડાકુ,
કોઈ લૂંટી ગ્યું હોય એવું કેમનું માથું ઠોક્યું?

એય મામા મોઢાંમાં પાલી મગ ભર્યાં છે કે શું?
માં તારી તો એને નથી પડી, તો હું એને પૂછું?

મારી માંનો ભાઈ, મારા મામા, હું તારું ભાણિયું,
હવે મોઢું ખોલી ફાટી જા મારા જનેતાના ભઈલું ;

લાવ માવડી ઓલું મહોતું, હું કિંમત ખડી કરું,
પાછલી વેળાનું એમનું ઝાંખું મોઢું લૂછી કાઢું;

મોઢું ખોલ્યું અંતે, તો જવાબમાં ઢીલાંપોંચું ,
બોલ્યો મામો, તો કયે મહોતું નથી જોઈતું ;

વાત જાણજે ભાણિયા કે માં નું મહોતું સોનું,
એમના મહોતે જગમાં અજવાળાંનું ચોઘડિયું...

~મકાણી‌ અભિષેક (મુસાફિર)

4 days, 12 hours ago

સર્વત્ર..... સર્વમાં રહેલા "પ્રભુ" પવિત્ર.... શુદ્ધ હૃદયમાં પ્રગટે છે....

કરતા હુઆ "વ્યવહાર" સબ ,
મનમેં ન "લોભ" હૈ .
ગંભીર "સાગર કી" તરહ ,
સદા જો "નિઃક્ષોભ" હૈ .
"સબ કલેશ" મનકે ,
"ગલ ગયે હૈ".
ચિત્ત "બ્રમ્હાકાર" હૈ ,
"નીવૈર" પ્યારા સર્વકા ,
"ભવસિંધુસે" સો પાર હૈ .

5 days, 19 hours ago

ઉનાળામાં ઘણી ગલીઓ ઘૂમી પણ ટાઢક તો તારા ઘરની બાલ્કની જ ઓતપ્રોત કરી દેતી,

મને તારું ઘર નહી પણ તારા ઘરની બાલ્કની જોઈએ અને એની પાળીએ તું જોઈએ એટ્લે મારે તો મનાલી.....

~ અભિષેક મકાણી (મુસાફિર)

1 week, 3 days ago

અહુરી આમ એકલી નિકળમાં બેન.
હવે અહીં જોગીદાસના બહારવટા નથી.

રાત વરત્યની આમ એકલી ફર્યમાં બેન,
હવે અહીં હાથવગા કોઈ હાંકલડા નથી.

નબળી નજર પડે ને આંખ બાળે.
બેન હવે એવા અહીં એકેય મરદડા નથી.

લૂંટાય જઈશ આતમ સોંતી દીકરી.
શિયાળવા ફરે બધે,કોઈ સાવજડા નથી.

શરીર ચૂંથી ને ફેંકી પણ દેશે, સમજ.
અહીં એકેય મફતના બાંધેલ પરબડા નથી.

લડી શકીશ હેવાનોથી તું નાજુક હાથે..?
લાજ કાજ જીવ દે એવા કો દેદલડા નથી.

ફફડવું પડશે તારે જ 'દેવ' દુનિયામાં.
જટાયું સમ ગીધરાજ કોઈ ફરકતા નથી.

~ દેવાયત_ભમ્મર

1 week, 3 days ago

મોઢે બોલે મીઠા અને દિલમાં રાખે દગા
એવા સાતેય ભવના સગા અમને સામે નો મળે શામળા.

1 week, 5 days ago

બિન્ધાસ્ત બોલવું, અફેર કરવા, દારૂ પીવો, ટૂંકા કપડાં પહેરવાં, અપશબ્દો બોલવા, સેકસની વાતો કરવી એ બોલ્ડનેસ નથી. એ નફ્ફટાઇ કહેવાય. બોલ્ડ એને કહેવાય જેને પોતાનામાં વિશ્વાસ હોય, જેને સારું શું અને ખરાબ શું તેની ખબર હોય, જેના વર્તન અને કામમાં સાહસ હોય.
જે પોતાની પ્રકૃતિ સાથે સહજ હોય અને બીજાની સલાહની જરૂર ન હોય. બોલ્ડ વ્યક્તિમાં જોખમ લેવાનું અને પોતાની વાત બોલવાનું સાહસ હોય. તેનામાં પોતાનું ધાર્યું કામ કરવાનું ધૈર્ય અને દ્રઢતા હોય. બોલ્ડ વ્યક્તિ એને કહેવાય જે અનિશ્ચિતતાઓથી ડગે નહિ અને બીજાઓના અભિપ્રાયોથી વિચલિત ન થાય.
જે તેના વિચાર, વ્યવહાર અને કામમાં બહેતરીન અને અનુકરણીય છે તે બોલ્ડ છે. બોલ્ડ હોવું એટલે બેશરમ હોવું નહીં, સાહસિક હોવું. બંનેમાં ફરક છે.

~ રાજ ગોસ્વામી

2 weeks, 2 days ago

અમારી બાજુનો ફ્લેટ NRIએ વર્ષોથી લીધેલ છે..
છ મહિનાથી ઘર ખોલી કાકા કાકી રહેતા હતા.

તેમના બાળકો USA સેટ થઈ ગયા હોવાથી હવેની બાકી રહેલ જીંદગી ઇન્ડિયામાં કાઢવી તેવું નક્કી કરી તેઓ અહીં રહેવા આવેલ..

મેં પણ તેઓ એકલા હોવાથી કીધું હતુ. તમને કાંઈ કામકાજ હોય તો કહેજો ચિંતા કરતા નહીં..
કાકા કાકી આનંદી સ્વભાવના હતાં.
કોઈ..કોઈ વખત રાત્રે બેસવા આવે.. અને પૂર્વ અને પશ્ચિમની સંસ્ક્રુતિ વિશે વાતો કરે...

છ મહિના પુરા થયા હશે.એક દિવસ કાકા કાકી અમારે ત્યાં રાત્રે બેસવા આવ્યા..

છ મહિના પહેલાની વાતો અને આજની તેમની વાતોમાં તફાવત દેખાતો હતો..

બેટા... હવે.. અમે ગમે ત્યારે પાછા USA દીકરા પાસે જવાની તૈયારી કરીએ છીએે...

મેં કિધુ.. કેમ કાકા..અમારી સાથે ના ફાવ્યું...?
તમે તો કહેતા હતા હવે.. અમેરિકા ફરીથી નથી જવું.. અહીંના લોકો માયાળુ છે. સગા સંબંધી બધા અહીંયા છે.
દીકરી પણ ગામમાં છે.
મારા જેવો પાડોશી છે.તો કઈ વાતે તમને તકલીફ પડી.
બેટા.. આ વીતેલા છ મહિનામા મને બધો અનુભવ થઇ ગયો.મને એમ હતું અહીં આવી એક બીજાને મળશું,સુખ દુઃખ ની વાતો કરશું...

કોઈને મળવા જઈએ તો પહેલી વખત સારો આવકાર મળ્યો..
બીજી વખત જાએ એટલે..ઠંડો આવકાર..TV ચાલુ રાખી..વચ્ચે વચ્ચે થોડી વાત કરી લે. આપણે મનમાં બેઈજ્જતી થાય કે આપણે અહીં ક્યાં આવ્યા..
ગામમાં દીકરી છે તો અવારનવાર આવશે મળશે. તેવા ખ્યાલોમા હતા.પણ દિકરી મોબાઇલ કરી ખબર અંતર પૂછી લે છે..
ફોન ઉપર બધા લાગણી બતાવે ડાહી..ડાહી વાતો કરે...બેટા રૂબરૂ જઈએ ત્યારે.વર્તન બદલાઇ ગયું હોય છે..

બધા પોતપોતાની જીંદગીમા મશગુલ છે..બેટા..
નકામા લાગણીશીલ થઈને દુઃખી થવા અહીં આવ્યા. એવું લાગી રહ્યું છે.
તેના કરતાં જેવા છે તેવા દેખાતા ધોળીયા સારા. બાહ્ય આડંબર તો જરા પણ નથી..

અરે શુ વાત કરું બેટા.. થોડા દિવશ પહેલા હું ગ્રીન સિગ્નલ થયા પછી જિબ્રા રોડ ક્રોસ કરતો હતો. તો પણ એક ગાડી સડસડાટ આવી મને ઉડાવતા રહી ગઇ. પાછો.. બારીમાથી યુવાન લાગતો છોકરો બોલ્યો.

"એ..એ..ડોહા..જોતો નથી..મરવા નીકળ્યો છે.."

હું તો બે મિનિટ સ્તબ્ધ થઈ ગયો.આ મારી કલ્પનાનો ભારત દેશ જ્યાં યુવા પેઢીને બોલવાની પણ ભાન નથી. નાના મોટાનું જ્ઞાન નથી. ટ્રાફિક સેન્સનું નામ જ નહીં. હું શું કલ્પના કરી અહીં આવ્યો હતો..

ત્યાં ઘરડા કે બાળકને જોઈ ગમે તે સ્પીડથી વાહન આવતું હોય..બ્રેક મારી.. તમને.. માન સાથે પહેલા જવા દે...ને અહીં..
મારા વાંક ગુના વગર ગાળો.. સાંભળવાની..
વિચારતો વિચારતો જતો હતો..ત્યાં પથ્થર જોડે મારો પગ ભટકાયો... મારા ચશ્માં પડી ગયા..હું ગોતતો હતો..

ત્યાં એક મીઠો આવાજ આવ્યો..
અંકલ .." મે આઈ હેલ્પ યુ .?"

બેટા.. સોગંદથી કહું છું...
મને બે મિનિટ તો રણમા કોઈ ગુલાબ ખીલ્યું હોય ..તેવો ભાશ થયો...
અહીં છ મહિનાથી આવ્યો છું....બેટા
May I help you ? જેવો શબ્દ મેં નથી સાંભળ્યો..
મેં આવો મધુર ટહુકો કરનાર સામે જોયું...એક 10 થી 12 વર્ષનું બાળક હતું. અંકલ આ તમારા ચશ્મા..
મેં માથે હાથ ફેરવી thank you કીધું..
બેટા ક્યાં રહે છે ?
અહીં હું મારા દાદા ને ત્યાં ક્રિસમશ વેકેશનમાં આવ્યો છું.
એટલે ઇન્ડિયામા નથી રહેતો ?
ના અંકલ ..અમે વાતો કરતા હતા ત્યાં તેના પાપા મમ્મી આવ્યા..હાથ જોડી બોલ્યા ..નમસ્તે અંકલ..
એકબીજાએ વાતો કરી. છેલ્લે ઘર સુધી પણ મૂકી ગયા..

બેટા હું વિચારતો હતો. નાહકના પશ્ચિમની સંસ્ક્રુતિને આપણે વખોડયે છીયે.ખરેખર સંસ્કાર, ડિસિપ્લિન, ભાષા..તો તે ધોળીયાઓની સારી છે...

આપણે આંધળું અનુકરણ કરવા નીકળ્યા છીએ..
ખરેખર જે શીખવાનું છે તે શીખતાં નથી...
ધોબીના કૂતરા જેવી દશા થઈ છે...

ટૂંકી ચડ્ડી કે ટીશર્ટ પહેરેથી આધુનિક નથી થવાતું...
આજના યુવાનોને કેમ સમજાવું.. કે વાણી ,વર્તન એ તો દેશની પ્રગતિનો પાયો છે...
જ્યાં વાણી વર્તનના ઠેકાણા નથી ત્યાં દેશનો ગમે તેટલો વિકાશ થાય...તે ગાંડો જ લાગે...

બેટા હજુ એ શબ્દો મને યાદ આવે છે તો હસવું પણ આવે છે અને દુઃખ પણ થાય છે...

"એ.એ...ડોહા..મરવા નિકળ્યો છે જોતો નથી..". આ મને એટલી બધી સાચી લાગી કે શેર કર્યા વિના રહી ના શકયો. ૧૦૦% સાચી વાત છે એ સ્વીકારવું ધણું અઘરું છે. આપણી આખી સોસાયટી અત્યંત દંભી છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં પારદર્શકતા છે.જેવા છે તેવા જ દેખાય છે.આપણા સમસ્ત સમાજની માનસિકતામા આ મૂલ પરિવર્તન ની જરૂર છે....
(સારું અને સાચુ સ્વીકારવું જ રહ્યું)
.... ( આ મારું મંતવ્ય છે. આ વાત સાથે ઘણા લોકો સહમત ન હોય શકે તે લોકો આ લેખ વાંચી ને નજઅંદાજ કરે..)

~ પિનાકીન પટેલ

2 weeks, 2 days ago

માંડવે આકર્ષણો મૂક્યા વગર....
લક્ષ્મીઓ રહી જાય છે પરણ્યા વગર.

એ જ રીતે જીવ પણ‌ ચાલ્યો જશે,
બલ્બ ઉડી જાય છે, ફૂટ્યા વગર....

આ ઉપરછલ્લી ખરાબી શું કરું....?
જે જતી રહે આંગળી ચિંધ્યા વગર.

આપણા સંબંધનો આ અંત છે,
તોરણો કરમાય છે તૂટ્યા વગર.

પુસ્તકો પર ધૂળ બાઝી જાય છે,
માણસો મૂંઝાય છે, ખુલ્યાં વગર.

~લવ સિંહા

2 weeks, 5 days ago

बहुत मुश्किल है
मर जाने तक ज़िंदा रहना।।

3 weeks, 4 days ago

રાણી બનવા માટે મર્યાદા હોવી જોઇએ,
સુંદર ચેહરા તો મહેફિલોમાં નાચતા હોય છે.

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 month ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 2 months ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago