Dive into the Ultimate Free Library: Your One-Stop Hub for Entertainment!

ભારત સંસ્કૃતિ

Description
ભારતીય સંસ્કૃતિ ના આદર્શ વિચારોનું પ્રગટીકરણ કરતું ગ્રુપ

અહીં ગ્રુપ માં દરરોજ ના એક થી બે જ મેસેજ કરીએ છીએ

રવિવારે આપણે ગ્રુપ માં કોઈજ મેસેજ કરતા નથી.

રવિવાર એટલે પરિવાર સાથેનો દિવસ
Advertising
We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 month ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 2 months ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago

1 month, 2 weeks ago

**રામ નવમી ના દિવસે સ્પેશિયલ

યથા રાજા તથા પ્રજા**
આજે તો રાજા ને ખબર જ નથી કે હું મારા વિસ્તાર નો રાજા છુ. ને પ્રજા ને પણ ખબર નથી કે આ મારો રાજા છે. બસ મતદાન આવ્યું નથી ને આપણે પાંચ પૈસા માં વેચાયા નથી. આજની પ્રજા જ જો પોતે વેચાવા તૈયાર હોય તો પછી રાજા ખરીદવા માટે તૈયાર જ હોય ને .

રામરાજ્ય માં પહેલો નિયમ એ હતો કે રાજા ચારિત્ર્યવાન હોવો જોઈએ. અને ઉત્કૃષ્ટ ચારિત્ર્યવાન જ રાજ્યધિકારી બની શકે. ઇશ્વાકુ વંશ માં સગર નો પુત્ર અસમંજસ, નામ પ્રમાણે ગુણવાળો અને બધી જ રીતે યોગ્ય રાજા બની શકે તેમ હતો. પણ તેમના રાજય ના લોકોની ના હોવાથી તેમના પિતાએ તેમને રાજા બનાવ્યો નહીં. અને જંગલ માં કાઢી મુક્યો. શાસ્ત્રો માં પણ કહેવામાં આવ્યું છે કે . If character is lost everything is lost. એટલે કે જેને પોતાનું ચારિત્ર્ય ગુમાવ્યું છે. તેને બધું જ ગુમાવ્યું છે. આજે ગર્વ સાથે કહેવાનું મન થાય કે આજનું  આપણું બંધારણ એક સુરાષ્ટ્ર નિર્માણ કરી શકે તેવું જ છે. પણ તેનો ૧૦૦ ટકા અમલ કરાવનાર કોઈ રાજા બન્યો નથી. માટે જ આપણે આજે રામયુગથી જોજનો દૂર રાવણયુગ તરફ કૂચ કરી રહ્યા છે.

રામ કાલીન યુગ ની બીજી એક ખાસ વાત કે એ સમય માં રાજ્યકારભાર સંભાળનાર તો શું , પણ રાજા ના આખા કુટુંબ માં પણ જો કોઈ પર રાંઇ ના દાના જેટલી પણ શંકા જાગે તો તે ચલાવી લેવા માં આવતી હતી નહીં. જ્યારે આજે તો હિમાલય જેવડી મોટી મોટી ભૂલો થાય છે પણ તેની પર કાઈ જ કાર્યવાહી થતી નથી. વાલ્મિકી રામાયણ માં ધોબી ની કોઈ વાત જ નથી , પણ જ્યારે રાજ્ય ની પ્રજા સીતા ના ચારિત્ર્ય પર શંકા કરે છે. ત્યારે રાજા રામ રાણી સીતા નો ત્યાગ કરે છે. જ્યારે આજના આપના રાજાઓ ની તો કલ્પના  કરવી જ અશક્ય છે. કે તેઓ પોતે કેટલા ચારિત્ર્યવાન છે.

શાસ્ત્ર કહે છે કે દેશ ને બચાવવા જો એક ગામ ની કુરબાની આપવાની હોય તો આપી દેવી જોઈએ. તેવી જ રીતે જો દેશ અને સંસ્કૃતિ ને જો આજ ના રાજા ઓ આહત પહોંચાવતા હોય તો તેવા નમાલા રાજા ઓ ની સામે જોવું પણ ભૂલ છે. આજના પ્રત્યેક શાસન પર બેઠેલા પ્યાદા ઓ ને પૂછો રામરાજ્ય ની કેટલી વાર છે. જવાબ માં ઝાકારો મળશે. તે ભાઈ ઝાકારો મળે જ ને આપણે જ તો તેઓને ગદી પર બેસાડ્યા છે.

જો દુનિયા ની સામે લડવું હશે તો આપણા શાસ્ત્રો ને જ આપણે આપણી ઢાલ બનાવવી પડશે, આધાર બનાવવો પડશે. જો એમ ના થાય આપણાથી તો પછી નમાલા માણસો ની આગળ ઝુકવા માટે તૈયાર રહેજો.

**આપના રક્ષક આપણે.

ભારત જયતું..👏👏👏**

1 month, 2 weeks ago

કોઈ પથ્થર મારે તો એ પથ્થર નો પણ પુલ બનાવવાનો વિચાર હશે તો જીવનમાં આગળ જ વધશો.

રાજસ્થાનના જોધપુરની આશા કંડારાને આજથી 8 વર્ષ પહેલાં પતિએ તરછોડી દીધી. માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલી આશા પર બે સંતાનોની જવાબદારી પણ હતી. પતિએ જ્યારે એને તરછોડી ત્યારે આશાની ઉમર 32 વર્ષની હતી. બીજા લગ્ન કરવાના બદલે પોતે જ હવે બાળકોના માતા-પિતા તરીકેની બેવડી ભૂમિકા નિભાવશે અને બાળકોનો ઉછેર કરશે એવું એણે નક્કી કર્યું.

નાના-નાના કામ કરીને ઘરનું ગુજરાન ચલાવી શકાય પરંતુ જો બાળકોને સારો અભ્યાસ કરાવવો હોય તો મોટું કામ કરવું પડે અને મોટું કામ કરવા માટે ભણવું પડે. 32 વર્ષની આશાએ પરિવારની જવાબદારીઓ નિભાવવાની સાથે કોલેજનો અભ્યાસ શરુ કર્યો. સમાજના અને આસપાસના લોકો આશાને તાના મારતા અને કહેતા 'આ તે કાંઈ ભણવાની ઉમર છે ? એના મા-બાપ પણ બુદ્ધિ વગરના છે તે છોકરીને બીજાના ઘરના બેસાડવાના બદલે આ ઉંમરે ભણવાની છૂટ આપી છે જાણે કે ભણી-ગણીને મોટી કલેક્ટર થવાની હોય !'

આશાને લોકોની આ વાત ચોંટી ગઈ પણ નકારાત્મક રીતે નહીં, હકારાત્મક રીતે. આશાએ સંકલ્પ કર્યો કે હવે એ અધિકારી બનવા તનતોડ મહેનત કરશે. ત્યકતા મહિલા તરીકે ઉંમરનો જે લાભ મળે તે લાભ લઈને સરકારી અધિકારી બનવા પરીક્ષા આપશે. આશા કહેતી કે 'લોકો તમારા પર પથ્થર વરસાવે તો એ પથ્થરો ભેગા કરીને એનો પુલ બનાવવો જોઇએ જેના પરથી તને સફળતાનાં શિખર સુધી પહોંચી શકો. મેં પણ એ જ કર્યું. લોકોના શબ્દો મારા માટે
ઝનૂન બની ગયું અને હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ.

આ સમય દરમ્યાન આશા કંડારાને જોધપુર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ મળ્યું. પોતાના પગ પર ઉભા રહીને પરિવારની જવાબદારીઓ નિભાવવા મથતી આ સ્વમાની મહિલાએ સફાઈ કામદાર તરીકેનું કામ સ્વીકાર્યું. વહેલી સવારે જોધપુરની શેરીઓ વાળતી આશા મોડી રાત સુધી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય. થોડા સમય પહેલા રાજસ્થાન જાહેર સેવા આયોગનું પરિણામ જાહેર થયું. જોધપુરની શેરીઓ સાફ કરવાનું કામ કરતી આશા કંડારાએ આર.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી અને 40 વર્ષની ઉંમરે ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદ થઈ. લોકો કટાક્ષમાં જે કહેતા હતા એને આશાના ઝનૂન અને જઝબાએ સત્ય સાબિત કરીને બતાવ્યું.

જોધપુરના મેયરે આશા કંડારાનું સન્માન કરતી વખતે કહ્યું કે 'જોધપુર નગરપાલિકાના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે કે કોઈ સફાઈ કામદાર સીધા જ ડેપ્યુટી કલેકટરના પદ પર પહોંચ્યા હોય.' આ ઘટના માત્ર જોધપુર નગરપાલિકાની જ નહીં કદાચ સમગ્ર દેશની પ્રથમ ઘટના હશે મેં એક 40 વર્ષની બે સંતાનોની માતા સફાઈકામદારમાંથી સીધી જ ડેપ્યુટી કલેક્ટર બની હોય !

લોકો તમારા વિશે શું વાતો કરે છે કે શું બોલે છે ? એ સાંભળવામાં રહેશો તો તમારે જે કરવું છે એ ક્યારેય નહીં કરી શકો. તમે માત્ર તમારું કામ કરો એકદિવસ એવો આવશે કે તમારું કામ બોલશે અને લોકો બોલતા બંધ થઈ જશે.

👏👏👏

1 month, 2 weeks ago

शब्दों की ताकत
एक नौजवान चीता पहली बार शिकार करने निकला। अभी वो कुछ ही आगे बढ़ा था कि एक लकड़बग्घा उसे रोकते हुए बोला, ” अरे छोटू , कहाँ जा रहे हो तुम ?”

“मैं तो आज पहली बार खुद से शिकार करने निकला हूँ !”, चीता रोमांचित होते हुए बोला।

“हा-हा-हा-“, लकड़बग्घा हंसा ,” अभी तो तुम्हारे खेलने-कूदने के दिन हैं , तुम इतने छोटे हो , तुम्हे शिकार करने का कोई अनुभव भी नहीं है , तुम क्या शिकार करोगे !!”

लकड़बग्घे की बात सुनकर चीता उदास हो गया , दिन भर शिकार के लिए वो बेमन इधर-उधर घूमता रहा , कुछ एक प्रयास भी किये पर सफलता नहीं मिली और उसे भूखे पेट ही घर लौटना पड़ा।

अगली सुबह वो एक बार फिर शिकार के लिए निकला। कुछ दूर जाने पर उसे एक बूढ़े बन्दर ने देखा और पुछा , ” कहाँ जा रहे हो बेटा ?”

“बंदर मामा, मैं शिकार पर जा रहा हूँ। ” चीता बोला।

“बहुत अच्छे ” बन्दर बोला , ” तुम्हारी ताकत और गति के कारण तुम एक बेहद कुशल शिकारी बन सकते हो , जाओ तुम्हे जल्द ही सफलता मिलेगी।”

यह सुन चीता उत्साह से भर गया और कुछ ही समय में उसने के छोटे हिरन का शिकार कर लिया।

दोस्तो , हमारी ज़िन्दगी में “शब्द” बहुत मायने रखते हैं। दोनों ही दिन चीता तो वही था, उसमे वही फूर्ति और वही ताकत थी पर जिस दिन उसे हतोत्साहित किया गया वो असफल हो गया और जिस दिन प्रोत्साहित किया गया वो सफल हो गया।

👏👏👏

1 month, 2 weeks ago

માતૃદેવો ભવ પિતૃદેવો ભવ

હયાત માત-પિતાની છત્ર છાયામાં
વ્હાલપણમાં બે બોલ બોલીને, નીરખી લેજો.
હોઠ અડધા બીડાઈ ગયા પછી...
મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો...

અંતરનાં આશીર્વાદ આપનારને
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો.
હયાતિ નહીં ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો...

કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી, તમારા પર કદી નહીં ફરે.
લાખ કરશો ઉપાય, તે વાત્સલ્ય લ્હાવો નહીં મળે
પછી દિવાન ખંડમાં, તસ્વીર મૂકીને શું કરશો.

માતા પિતાનો ખજાનો, ભાગ્યશાળી સંતાનને મળે
અડસઠ તીરથ તેના ચરણોમાં બીજા તીરથ ના ફળશો.
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં પછી કિનારે છીપલાં વીણીને શું કરશો.

હયાત હોય ત્યારે, હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો.
પંચ ભૂતમાં ભળી ગયા પછી, આ દેહના,
અસ્થિને ગંગાજળમાં પધરાવીને શું કરશો.

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને કયારેક, તીર્થ સાથે ફરજો.
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો.

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો.
પ્રેમથી હાથ ફેરવીને, ‘બેટા’ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આસું સારીને શું કરશો.

👏👏👏

1 month, 3 weeks ago

દિકરી...

આંબો ને તુલસી..
ફળીયાના ક્યારામાં માટી સરખી  કરી, આંબાના છોડને  ગોમતી  ખાતર આપી રહી હતી.
નાની દિકરી હતી.
"બા..આ તુલસીને પણ ખાતર આપને.."
"ના..એને ખાતરની જરુર નહીં.. ખાલી પાણી જ અપાય.."
"કેમ..?.."
"આંબો મોટો થઈને છાંયો કરશે..ને કેરી આપશે.. એને ધ્યાન દઈ ઉજેરવો પડે..ને તુલસી તો આપમેળે ઉગે-ઉછરે..ને એક વરસે સુકાઈને વનમાં જાય.."
બા રોજ ભાઈને પરાણે ઘી-ગોળ ખવડાવતી તે દૃષ્ય દિકરી ના મનમાં ચીતરાયું..કંઈક સમજાયું.. કંઈક ન સમજાયું..
તેને લાગ્યું.. શું આંબા ને તુલસીમાં ફેર.. એટલો જ ભાઈ ને બેનમાં પણ.. ?

બપોરે ખાવા ટાણે બાએ પુછ્યું  " તને શું આપું ..? ”

આંબો અને તુલસી.. હજી પણ તેના મનમાંથી ખસ્યાં નહોતાં..
મોંમાંથી પરાણે શબ્દો સરી પડ્યા...
"બા, મને ઘી-ગોળ ના ભાવે..હો.."

ને એક આંચકો ગોમતીના હૃદય સુધી પહોંચી ગયો.. મનોમન વિચાર્યું.. મારી દિકરી બહુ સમજુ છે.. મેં ક્યારેય ભઈલાની જેમ આગ્રહ કરીને ઘી-ગોળ આપ્યા નથી.. એટલે એનાથી બોલાઈ ગયું લાગે છે..તરત જ વાટકી ભરીને ઘી-ગોળ આપ્યા .

" ભલે ના ભાવે.. પણ આટલું ખુટાડ.. પછી જ બીજું માંગીશ તે આપીશ..”

ખાતાં-ખાતાં દિકરી એ પુછ્યું..” બા.. ભગવાનને પ્રસાદ ધરીએ.. એમાં તો તુલસીનું જ પાંદડું નખાય ને..? આંબાનું કેમ નહીં..?”

ગોમતી હસી.. “ દિકરી.. તુલસી પવિત્ર છે.. એટલે ભગવાનને ગમે છે..”

દિકરી ના ચહેરા પર સંતોષની લેરખી ફરી વળી.. ભાઈ ભલે ને આંબો થાય.. હું તો તુલસી છું ને...

વાત્સલ્ય અને ત્યાગની જીવંત મુર્તિ દિકરી

👏👏👏

1 month, 3 weeks ago

हम सकारात्मक रवैया और लीक से हटकर सोच से कठिन से कठिन परिस्थितियों में भी कोई ना कोई समाधान ढूँढ सकते है

एक बार एक  बहुत ही न्यायप्रिय, बहादुर और निडर राजा था. लेकिन राजा की एक आंख और एक पैर नहीं था.राजा एक दिन महल में अपने पूर्वजो  की पेंटिंग देख रहा था. सबकी पेंटिंग बहुत ही शानदार थी.  उन चित्रों में उनका शौर्य झलक रहा था  . राजा को लगा कि मेरी पेंटिंग आने वाली पीढ़ियों को अच्छी नहीं लगेगी क्योंकि मेरी एक आँख और पैर नहीं है.इसलिए मैं अपने जीते जी ही पेंटिंग बनवा लेता हूँ जो मुझे अच्छी लगेगी वो मैं प्रदर्शनी में लगवा दूंगा.

अगले दिन राज्य में घोषणा करवा दी गई कि जो भी राजा कि शौर्य को प्रदर्शित करने वाली पेंटिंग बनाएगा . उसे मुंह मांगा ईनाम दिया जाएगा. किसी भी चित्रकार ने पेंटिंग बनाने के लिए हामी नहीं भरी. सब लोगों की सोच थी की राजा की बिना आंख और बिना पैर वाली पेंटिंग अच्छी नहीं बनेगी. पेंटिंग पसंद ना आने पर राजा मृत्यु दंड भी दे सकता है.

लेकिन एक नौजवान आगे आया और कहने लगा कि मैं आपकी पेंटिंग बनाउंगा जो आप को जरूर पसंद आएगी. सब लोग सोचने लगे कि बिना पैर और आंख के किसी की पेंटिंग कैसे अच्छी बन सकती है और किसी को शूरवीर कैसे दर्शा सकती है.

लड़के ने पेंटिंग बनाई और पूरा नगर उसे देखने आया. पेंटिंग देख कर सभी यही कहते वाह! क्या शानदार पेंटिंग बनाई है . वाह! इसमें तो राजा का शौर्य झलक रहा है.

आप जानते हैं कि उस लड़के ने राजा कि कैसी पेंटिंग बनाई? उस ने राजा कि घोड़े कर बैठ कर दुश्मन पर निशाना साधते हुए पेंटिंग बनाई. राजा का जो पैर नहीं था वह घोड़े पर बैठा दिखाने पर दूसरी ओर से नज़र नहीं आ रहा था. राजा कि जो आंख नहीं थी वह उसने तीर चलाने के लिए बंद की दिखाई थी.

इस तरह उसने बड़ी समझदारी से राजा कि कमी को राजा कि शूरवीरता के लिए प्रयोग किया. इस पेंटिंग को देख कर बाकी के चित्रकार सोच रहे थे कि हमने अपना नजरिया क्यों नही बदला. बाकी सब को समस्या इतनी बड़ी लगी की उन्होंने समाधान के बारे में सोचा ही नहीं था.

हमारे साथ भी जिंदगी में ऐसी समस्याएं आती है . जब हम सकारात्मक रवैया और लीक से हटकर सोच से कठिन से कठिन परिस्थितियों में भी कोई ना कोई समाधान ढूँढ सकते हैं।

👏👏👏

1 month, 4 weeks ago

बहुत मुश्किल है उस शख़्स को गिराना
जिसको चलना ठोकरों ने सिखाया हो

किसी के लिए समर्पण करना
मुश्किल नहीं है मुश्किल तो है
उस व्यक्ति को ढूंढना जो
आप के समर्पण की कद्र करे
अहंकार की मुठ्ठी बांधकर
कुछ भी प्राप्त नहीं हो सकता
यदि कुछ प्राप्त करना ही हो
तो समर्पण की अंजली बनाकर ही
कुछ प्राप्त किया जा सकता है
भ्रम हमेशा रिश्तों को बिखेरता है
और प्रेम से अजनबी भी बंध जाते है
नादान इंसान ही जिंदगी का
आनंद लेता है ज्यादा होशियार तो
हमेशा उलझा हुआ रहता है.

बहुत मुश्किल है उस शख़्स को गिराना
जिसको चलना ठोकरों ने सिखाया हो

👏👏👏

2 months ago

કેવી રીતે ખુશ રહેશો....
હું બસમાં ચડી ગયો.
અંદર ભીડ જોઈને હું અસ્વસ્થ થઈ ગયો. બેસવાની જગ્યા નહોતી. બસ ત્યારે જ,
એક વ્યક્તિએ તેની સીટ ખાલી કરી. ખાલી સીટની બાજુમાં ઊભેલો માણસ ત્યાં બેસી શક્યો હોત,
પરંતુ તેના બદલે તેણે મને સીટ ઓફર કરી.

આગલા સ્ટોપ પર ફરી એ જ વાત બની. તેણે પોતાની સીટ બીજાને આપી. સમગ્ર પ્રવાસ દરમિયાન આવું ચાર વખત બન્યું. આ માણસ એક સામાન્ય કામદાર જેવો દેખાતો હતો, આખો દિવસ કામ કર્યા પછી ઘરે પાછો ફરતો હતો...

છેલ્લા સ્ટોપ પર જ્યારે અમે બધા ઉતર્યા ત્યારે મેં તેની સાથે વાત કરી.

"જ્યારે પણ તમને ખાલી સીટ મળી ત્યારે તમે તમારી સીટ બીજા વ્યક્તિને કેમ આપી રહ્યા હતા?"

તેનો જવાબ મને આશ્ચર્યચકિત કરી ગયો.
"હું મારા જીવનમાં બહુ ભણ્યો નથી કે હું ઘણી બધી બાબતો જાણતો નથી. મારી પાસે વધારે પૈસા પણ નથી. તેથી મારી પાસે કોઈને આપવા માટે કંઈ જ નથી.
એટલે જ હું દરરોજ આવું કરું છું. આ એવી વસ્તુ છે જે હું સરળતાથી કરી શકું છું.

"આખો દિવસ કામ કર્યા પછી હું થોડો વધુ સમય માટે ઉભો રહી શકું છું. મેં તમને મારી સીટ આપી અને તમે આભાર કહ્યું.
મેં કોઈના માટે કંઈક કર્યું તેનો મને સંતોષ હતો.

હું આ દરરોજ કરું છું અને અનુભવું છું કે હું કોઈક રીતે યોગદાન આપી રહ્યો છું.
હું રોજ ફ્રેશ થઈને અને ખુશ થઈને ઘરે પાછો જાઉં છું કે મેં કોઈને કંઈક આપ્યું છે."

હું અવાચક હતો!

દરરોજ કોઈક માટે કંઈક કરવાની ઈચ્છા એ સૌથી મોટી ભેટ છે.

આ અજાણી વ્યક્તિએ મને ઘણું શીખવ્યું -
અંદરથી અમીર બનવું કેટલું સરળ છે!

સુંદર કપડાં, બેંક ખાતામાં ઘણા બધા પૈસા, મોંઘા ગેજેટ્સ, એસેસરીઝ અને લક્ઝરી અથવા તો શૈક્ષણિક ડીગ્રીઓ, તમને સમૃદ્ધ અને ખુશ બનાવી શકે છે કે નહીં; પરંતુ આપવાનું એક નાનકડું કાર્ય તમને દરરોજ સમૃદ્ધ અને ખુશ અનુભવવા માટે પૂરતું છે...
(ગુજરાતી પ્રેમી માં થી)

👏👏👏

2 months ago

મહાભારતનું યુદ્ધ ધર્મયુદ્ધ કહેવાયું છે.

ભગવદ્ગીતાના પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર કહે છે કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તે મને જણાવ. 

ધર્મક્ષેત્ર ક્યાં છે? ધર્મક્ષેત્ર દરેકના મનમાં છે.આ રસ્તે જાઉં કે પેલા રસ્તે જાઉં? એકવાર જો ભગવદ્ગીતા સમજાઈ જાય તો આપણી બુદ્ધિ નિશ્ચયાત્મિકા બને છે, નિર્ણાયત્મિકા બને છે. આપણે એક નિર્ણય કરી શકીએ છીએ. મન નિ:શંક બની જાય છે. જ્યારે મનમાં શંકા ન બચે ત્યારે આપણી કાર્યક્ષમતા બહુ વધી જશે. ભગવદ્ગીતા બુઢાપામાં વાંચવાનો ગ્રંથ નથી, એ જવાનીમાં વાંચવાનો ગ્રંથ છે.

અર્જુન યુવાન છે, યોદ્ધા છે. અર્જુને યુદ્ધમાં નિર્ણય કરવાનો છે એ વખતે જો નિશ્ચાયક બુદ્ધિ ન હોય, સ્થિર ન હોય તો યુદ્ધ કઈ રીતે જીતી શકાય? મન ઉપર બુદ્ધિ, વિવેકનો સંયમ ન હોય તો મન તો ગાંડા હાથી જેવું છે. હાથી જ્યારે ગાંડો થઈ જાય છે ત્યારે રસ્તામાં કોણ આવે છે તે નથી જોતો. પોતાના મહાવતને પણ કચડી દે છે. પણ જ્યારે મહાવત અંકુશથી એના પર કાબુ કરે છે ત્યારે માથા પર ફક્ત અંકુશના સ્પર્શ માત્રથી એ શાંત થઈ જાય છે, નિશ્ચિત દિશામાં ચાલે છે. 

આપણી બુદ્ધિનો અંકુશ આપણા મન પર રહે એ નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે, એ એક જ બુદ્ધિ હોય છે, બહુ શાખાવાળી નથી હોતી. જો એક બુદ્ધિ થઈ જાય તો જીવનના સંગ્રામમાં, ધર્મયુદ્ધમાં આપણો વિજય નિશ્ચિત હોય છે. ભગવદ્ગીતા વિજયનો ગ્રંથ છે.

👏👏👏

2 months ago

અમુક લોકોનો પ્રાણી પ્રેમ સરાહનિય હોય છે.
રશિયન સરહદે ક્રિમિયામાં જન્મેલા ઓલેગ ઝુબકોવનો સિંહ અને વાઘ પ્રત્યેનો પ્રેમ વૈશ્વિક સ્તરે સરાહનાની સાથે ચર્ચાસ્પદ બન્યો છે. ઓલેગ ઝુબકોવે મહત્વકાંક્ષી ટાઇગન લાયનપાર્ક 2010 મા શરુ કર્યો હતો. ખાનગી માલિકી ધરાવતો આ પાર્ક જોતજોતામા યુરોપિયન દેશોમાં લોકપ્રિય બની ગયો હતો. કારણ કે પાંજરાના બંધન વગર સિંહ કે સિંહણને કુદરતી વાતાવરણ જ મળી રહે છતાં ટુરિસ્ટો સિંહ દર્શન કરી શકે એવી મસ્ત વ્યવસ્થા કરવામાં ઓલેગ ઝુબકોવ સફળ રહ્યો હતો. કોઈપણ પ્રકારની સરકારી લોન કે મદદ વગર ઓલેગ ઝુબકોવે આ ટાઇગન લાયનપાર્ક ઉભો કર્યો અને સરસ રીતે ચલાવ્યા કર્યો . ઝુબકોવ પોતે તો સિંહ દોસ્ત હોવાથી સિંહ સાથે રમે કયારેક સવારી કરવાની હોય એ રીતે સિંહ પર બેસે પણ ખરો. પરંતુ સત્તાધીશો. !?

ક્રિમિયા પર રશિયાનો સકંજો મજબુત બનતા જ ઝુબકોવ રશિયન હકુમતની કિન્નાખોરીનો ભોગ બની ગયો. એમાં વળી એક મહિલા ટુરિસ્ટને સિંહે હાથ પર બચકું ભર્યુ. ખલાસ ' રાયનો પહાડ' કરીને ઝુબકોવ પર એક કરતા વધારે કેસ ઠોકી દેવામાં આવ્યા. 2019 માં ઝુબકોવને જેલમા પુરી દેવામાં આવ્યો. ઝુબકોવનો લગભગ એકાદ વર્ષે છુટકારો થયો ત્યાં કોરોનાકાળ આવ્યો. કદાચ હાલ ટાઇગન લાયનપાર્ક બંધ છે.પાકી ખબર નથી પણ રશિયન હકુમતની કિન્નાખોરીએ સરસ પાર્કનો ભોગ લઈ લીધો છે.

👏👏👏

We recommend to visit

For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar

Last updated 1 month ago

Knowledge Without Limits!

UPSC| GPSC| CLASS3

Atria B,2nd Floor,Sargasan Cross Road, G'nagar

Ratna Busi.,Sq,2nd Floor,Old Natraj Cinema,Ashram Road,A'bad

Web:www.praajasvfoundation.in
UPSC:8980504644
GPSC:8980502645
Class 3:7777981407
A'bad:7567316731

Last updated 2 months ago

Kiswa career academy is a platform for the students who are preparing for competitive exams like UPSC,GPSC and class 3.

Last updated 4 days, 15 hours ago